લગ્ન નથી કર્યા, પણ તમારા જેવું બાળક જોઈએ છે! પત્નીને બાળક જોઈએ છે, પણ પ્રેગ્નન્ટ થવાનું દર્દ સહન નથી કરી શકતી! બાળક થાય, મોટું થાય, ભણેગણે, પ્રેમ કરે...બસ આ મોંઘવારીમાં અલગથી ખર્ચ ન કરાવે! જો આજના સમયમાં કોઈ આવી વાત કરે તો લોકો ચોંકી જશે, પરંતુ આવનાર સમયમાં આ શબ્દોને બોલનાર કે લખનારને નવાઈ નહીં લાગે. ફક્ત એટલું જ કહેશે કે આવા બાળકની જરૂર છે. એક સામટી રકમ ચૂકવીને અથવા શક્ય છે ભાડા પર પણ બાળક લે.
તમે વિચારતા હશો કે આ રોબોટ જ હશે, તો તમે ખોટા છો. હકીકતમાં આ બધું મેટા એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં સંભવ થશે. જો કે, તેનું સ્વરૂપ વાસ્તવિક જેવું હશે. તેમાં ભાવનાઓ પણ હશે. બિહેવિયરલ સાઈકોલોજિસ્ટ અને હ્યુમન-કમ્પ્યુટર ઈન્ટરેક્શનના ક્ષેત્રના જાણીતા એક્સપર્ટ કેટ્રિઅન કેમ્પબેલે પોતાની નવી પુસ્તકમાં આ બ્લુપ્રિન્ટ રજૂ કરી છે.
3D ફીલિંગથી વર્ચ્યુઅલ બાળકને ગળે લગાડી શકાશે
કેમ્પબેલે જણાવ્યું કે, આવનાર 50 વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) એવા તામાગોચી કિડ્સ લાવશે, જેણે દરેક લોકો સ્વીકાર કરશે. આ કિડ્સ જે માહોલમાં રહેશે, AIના કારણે તે પ્રમાણે જ કામ કરશે. 3D ફીલિંગ દ્વારા જાદુની જપ્પી આપશે. ખુશીમાં ખુશ પણ થશે અને ઈજા થવા પર રડશે પણ.
2001માં એક્સપિરિયન્સ ડિઝાઈનના ક્ષેત્રમાં મોટો પ્રયોગ કરી હવાઈ સેરેન જેવી કંપની બનાવતી કેમ્પબેલ જણાવે છે કે તમોગોચી કિડ્સ એટલી ઉચ્ચ કોટિના હશે કે વાસ્તવિક દુનિયાના બાળકો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બનશે. AI રિસર્ચના આધાર પર કેમ્પબેલનો અંદાજ છે કે પરિસ્થિતિ બની જશે કે તમોગોચી જનરેશનના બાળકોને એ જ રીતે સ્વીકારવામાં આવશે, જેવી રીતે જાપાનમાં ડિજિટલ પશુ સ્વીકારવામાં આવ્યા હતા.
વારંવાર ઓન-ઓફ કરશો તો ભાવનાત્મક જોડાણ નહીં બને
ભવે લાગણીઓ હશે, પરંતુ તમાગોચી કિડ્સ તમારી ઈચ્છા પર જ લાઈવ રહેશે. તમે તેને ઓર્ડર આપી બનાવી શકશો. જો તમે ઈચ્છો તો તેને ઘરે લાવો અને મન ભરી જાય તો તમે તેને પરત પણ કરી શકશો. વારંવાર તેણે ઓફ-ઓન કરતા રહેવાથી ભાવનાત્મક જોડાણ નહીં થાય અને જો તે નહીં થાય તો કોઈ ઉપયોગિતા પણ રહેશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.