• Home
  • Lifestyle
  • Health
  • Now a personal health identifier number will be provided, support is given to the Health Ministry as blue print

પ્લાનિંગ / હવે આધારની જેમ પર્સનલ હેલ્થ આઇડેન્ટિફાય નંબર મળશે, સ્વાસ્થ્ય મંત્રાલયને બ્લ્યૂ પ્રિન્ટ સોંપવામાં આવી

Now a personal health identifier number will be provided, support is given to the Health Ministry as blue print

divyabhaskar.com

May 16, 2019, 01:38 PM IST

પવન કુમાર. જે રીતે આધાર કાર્ડના નંબર પરથી તે વ્યક્તિની માહિતી મળી શકે છે, તે જ રીતે હવે પીએચઆઇ નંબર પરથી વ્યક્તિના સ્વાસ્થની જાણકારી મળી શકશે. દેશમાં પહેલી વખત આધારની જેમ પર્સનલ હેલ્થ આઇડેન્ટિફાય (પીએચઆઇ) નંબર આપવા માટે એક બ્લ્યૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ નંબર પર એક ક્લિક કરવાથી તે વ્યક્તિની હેલ્થ ડિટેલ્સ જાણી શકાશે. પીએચઆઇ નંબર મળ્યા બાદ કોઇપણ દર્દીએ તપાસ રિપોર્ટને સાથે લઇ જવાની જરૂર નહીં પડે, કે પોતાને ક્યારે કઇ બીમારી થઇ તે વિશે ડોક્ટરને જણાવું નહીં પડે.

યૂનિક આઇડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા (યૂઆઇડીએઆઇ) ના પૂર્વ ચેરમેન જે. સત્યનારાયણની અધ્યક્ષતામાં બનેલી ટીમમાં સ્વાસ્થ્ય મંત્રાલય, નીતિ આયોગ, ઇલેક્ટ્રોનિક અને સૂચના ઉદ્યોગ મંત્રાલય, એનઆઇસીના અધિકારીઓ, એમ્સના ડોક્ટર સહિત કુલ 14 અધિકારી અને જાણકારો સામેલ હતા. ટીમએ સ્વાસ્થ્ય મંત્રાલયની યોજનાને બ્લ્યૂપ્રિન્ટ સોંપી દીધી છે.

તેઓએ સ્વાસ્થ્ય મંત્રાલય, ઇલેક્ટ્રોનિક અને સૂચના ઉદ્યોગ મંત્રાલયની સાથે મળીને ડિજીટલ પ્લેટફોર્મ બનાવા અને માય હેલ્થ એપ તથા ઇન્ડિયન હેલ્થ પોર્ટલ બનાવાની ભલામણ કરી છે. તેથી દર્દી જ્યારે ઇચ્છે ત્યારે હેલ્થ રિપોર્ટ જોઇ શકે. પીએચઆઇ નંબરમાં નામ-સરનામું, માતા-પિતા કે પત્નીનું નામ, ઉંમર, જેન્ડર, મોબાઇલ નંબર, ફોટો ઓળખ-પત્ર, પરિવારના સભ્યોની માહિતીનો સમાવેશ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રિપોર્ટ પર સ્ટેક હોલ્ડર્સની સાથે સામાન્ય લોકોની પણ સલાહ લેવામાં આવશે. ત્યાર બાદ ઇલેક્ટ્રોનિક એન્ડ સૂચના ઉદ્યોગ મંત્રાલયની સાથે મળીને આ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

X
Now a personal health identifier number will be provided, support is given to the Health Ministry as blue print
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી