• Gujarati News
  • Lifestyle
  • Not Only Women But Also Men Hide Their Age, The Desire To Look Young Can Lead To Depression

કરીનાએ ખુલ્લેઆમ કહ્યું, તે 42 વર્ષની થઇ જશે:માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ ઉંમર છુપાવે છે, યંગ દેખાવાની ઇચ્છા ડિપ્રેશન તરફ દોરી શકે છે

11 દિવસ પહેલાલેખક: એશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

કરીના કપૂર હંમેશાં મીડિયા પર છવાયેલી રહે છે. તે ટૂંક સમયમાં જ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, આ વર્ષે તે 42 વર્ષની થઇ જશે અને તેને તે સ્વીકારવામાં કોઈ જ તકલીફ નથી જ્યારે ઘણી અભિનેત્રીઓ પોતાની ઉંમર છુપાવે છે. જો કે, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત પણ કરીનાની જેમ જ પોતાની ઉંમર છુપાવતા નથી. આપણાં સમાજમાં મહિલાઓની ઉંમર છુપાવવી એ ખૂબ જ સામાન્ય છે, પરંતુ શા માટે?

ઓછી ઉંમર જણાવવી ગમે છે
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાં મનોચિકિત્સક ડૉ. રાજીવ મહેતાએ જણાવ્યું હતું, કે આપણાં સમાજમાં નાની ઉંમરને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. ઘણી ક્રીમ અને સાબુની જાહેરાતો પણ ઉંમરથી નાના દેખાવાનો સંદેશ આપે છે. આવી સ્થિતિમાં તે સમાજની વિચારસરણી બની ગઈ છે કે નાની ઉંમર એટલે કે તમે દેખાવમાં સારા. તેનાથી તેમને સારું પણ લાગે છે. દરેકને પોતાની ઉંમર કરતાં નાની ઉંમરનું દેખાવું હોય છે અને તેના કારણે જ પોતાની ઉંમર પણ નાની બતાવે છે. આ સાથે જ એક્ટર્સ પોતાની ઉંમર પણ છુપાવે છે જેથી તેમને વધુ કામ મળે. યુવાવસ્થા જીવનનું પ્રતિનિધિત્વ કરે છે અને વૃદ્ધાવસ્થા જીવનનાં અંતનું પ્રતિનિધિત્વ કરે છે એટલા માટે જ મહિલાઓ પોતાને યુવાન કહે છે.

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ વગરનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેથી તેને ટ્રોલર્સનો શિકાર બનવું પડ્યું હતું
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ વગરનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેથી તેને ટ્રોલર્સનો શિકાર બનવું પડ્યું હતું

કેટલાક લોકો ગેરાસ્કોફોબિયાથી પણ પીડાય છે
ગેરાસ્કોફોબિયા એક પ્રકારનો ડર હોય છે. આ બીમારીમાં લોકોને ઉંમર વધવાનો ડર રહે છે. ડૉ. રાજીવ મહેતાનાં જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની ઉંમર ન સ્વીકારે અથવા તો જો તેને વૃદ્ધ થવાનો ડર લાગવા માંડે તો તે ચિંતાનો ભોગ બની શકે છે. તે માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે. જ્યારે વ્યક્તિ હંમેશાં એક જ વસ્તુ વિશે વિચારે છે ત્યારે તે બાકીની વસ્તુઓ પર ધ્યાન આપતો નથી અને ગુસ્સો, હતાશા તથા એકલતાથી ઘેરાયેલો રહે છે.

ગેરાસ્કોપોબિયા એ ગ્રીક શબ્દ છે, ગેરાસ એટલે વૃદ્ધ માણસ અને ફોબિયા એટલે ભય
ગેરાસ્કોપોબિયા એ ગ્રીક શબ્દ છે, ગેરાસ એટલે વૃદ્ધ માણસ અને ફોબિયા એટલે ભય

કેટરિના કૈફથી લઈને કંગના સુધી સૌ કોઈ ખોટું બોલી ચુક્યા છે
કેટરિના કૈફે મીડિયાને જણાવ્યું હતું, કે તે રણબીર કપૂર કરતાં નાની છે. બંનેની ઉંમર એક જ છે. એ જ રીતે હંમેશા વાહિયાત વાતો કરનારી કંગના રનૌતે પણ પોતાની ઉંમર વિશે ખોટું કહ્યું છે. વર્ષ 2009માં તેણે કહ્યું હતું, કે તે 22 વર્ષની છે જ્યારે તેનો પાસપોર્ટ મીડિયામાં આવ્યો હતો ત્યારે ખબર પડી કે તે 28 વર્ષની હતી.

રોહમને સુષ્મિતાથી પોતાની ઉંમર છુપાવી હતી
સુષ્મિતા સેન જ્યારે મોડલ રોહમન શૉલની સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, કે રોહમને લાંબા સમય સુધી પોતાની ઉંમર છુપાવી હતી. જ્યારે પણ તે તેને પૂછતી, ત્યારે તે તેને અનુમાન કરવાનું કહેતો. ઘણાં છોકરાઓ પણ તેમની ઉંમર કહેવામાં આરામદાયક અનુભવતા નથી. આ અંગે ડૉ. રાજીવ મહેતા કહે છે, કે છોકરીઓની જેમ છોકરાઓને પણ નાની ઉંમર કહેવી સારું લાગે છે. તે પણ આખી જિંદગી યુવાન દેખાવા માગે છે.

વિશ્વનાં માત્ર 4-6% લોકો જ ગેરાસ્કોપોબિયાથી પીડાય છે
વિશ્વનાં માત્ર 4-6% લોકો જ ગેરાસ્કોપોબિયાથી પીડાય છે

5માંથી 1 વ્યક્તિએ ખોટી ઉંમર લખી
નેધરલેન્ડની ઇરાસ્મસ યુનિવર્સિટીએ ડેટિંગ એપ્લિકેશનનો સર્વે કર્યો હતો. આમાં દર 5માંથી 1 વ્યક્તિએ પોતાની ઓનલાઇન ડેટિંગ પ્રોફાઇલ પર ખોટી ઉંમર લખી હતી. આ સર્વેમાં પુરુષોએ પોતાની ઉંમર છુપાવવા પાછળ તર્ક આપ્યો હતો, કે તે પોતાને સારું લાગે તે માટે એક યુવતી સાથે ડેટ કરવા માગે છે.

વધતી જતી એન્ટિ-એજિંગ કોસ્મેટિક્સ માર્કેટ
દરેક મહિલાની ઈચ્છા હોય છે, કે તે 50 વર્ષથી વધુ ઉંમરની હોય તો પણ તે સુંદર અને યુવાન દેખાવા માગે છે. આજકાલ બજારમાં ઘણી એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનો ઉપયોગ કરવાથી ત્વચાને કરચલીઓથી બચાવી શકાય છે. એસેલ્સનનાં માર્કેટ રિસર્ચ મુજબ ભારતમાં 3,000 કરોડનું સ્કિન કેર માર્કેટ છે. આમાં 60 કરોડથી વધુનું માર્કેટ માત્ર એન્ટી-એજિંગ કોસ્મેટિક્સનું છે.

એલિઝાબેથ બાથરી કુંવારી યુવતીઓનું લોહી પીતી હતી
હંગેરિયન રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતી એલિઝાબેથ બાથીને ઇતિહાસની સૌથી ‘ક્રૂર રાણી’ કહેવામાં આવે છે. તે 16મી સદીની સીરિયલ કિલર હતી. એવું માનવામાં આવે છે, કે તેણે પોતાને યુવાન રાખવા માટે 650થી વધુ કુંવારી યુવતીઓની હત્યા કરી હતી. તેણીએ તેમનાં લોહીથી સ્નાન કર્યું અને પીધું હતું.

એલિઝાબેથ બાથરી નોકરી અપાવવાની લાલચમાં ગરીબ છોકરીઓને મહેલમાં બોલાવતી હતી
એલિઝાબેથ બાથરી નોકરી અપાવવાની લાલચમાં ગરીબ છોકરીઓને મહેલમાં બોલાવતી હતી

ઈજિપ્તની મહારાણીએ ગધેડાનાં દૂધથી સ્નાન કર્યું
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાને અત્યંત સુંદર માનવામાં આવે છે. ઈતિહાસકારોનાં જણાવ્યા અનુસાર તે યુવાન દેખાવા માટે દિવસમાં બે વાર ગધેડાનાં દૂધથી સ્નાન કરતી હતી. આ દૂધમાં એન્ટી-એજિંગ ગુણ હોય છે. સ્કોટલેન્ડની રાણી મૈરી હંમેશાં યુવાન દેખાવા માગતી હતી. આ માટે તેણે પોતાની જાતને ઘણો સમય આપ્યો. તે ત્વચાને વધતી ઉંમરથી બચાવવા માટે વાઈનમાં સ્નાન કરતી હતી. એટલું જ નહીં, ચીનની રાણી વુ જેટિયન ઉંમર છુપાવવા માટે દિવસમાં 3 વખત ચહેરા પર મગની દાળનો માસ્ક લગાવતી હતી.