કિસમિસનાં અઢળક ફાયદા:કિસમિસ જ નહીં તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક, બાળકોના શારીરિક વિકાસમાં વધારો કરે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પેટે કિસમિસ ખાવાથી કબજિયાત, ગેસ અને અપચો મટે છે.
  • કિસમિસથી હિમોગ્લોબિન વધે છે.
  • પલાળેલી કિસમિસનું પાણી લીવરને સ્વસ્થ રાખે છે.
  • કેલ્શિયમથી ભરપૂર કિસમિસ હાડકાંને મજબૂત બનાવે છે.
  • હાઈ બ્લડ પ્રેશરમાં પણ કિસમિસ ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં શીત લહેર શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો ગરમ તાસીરવાળી વસ્તુઓને વધારે મહત્વ આપે છે. કિસમિસ પણ ગરમ તાસીરવાળું ડ્રાયફ્રૂટ છે. કિસમિસ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાની સાથે તે તમને ઠંડીથી પણ બચાવશે. કિસમિસમાંથી મળતા પોષક તત્ત્વો તમને આખા વર્ષ માટે ફિટ રાખશે. આવી સ્થિતિમાં કિસમિસની કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ખાવી તે જાણવું જરૂરી છે.

શિયાળામાં ફાયદાકારક છે ગરમ તાસીરવાળી કિસમિસ
કિસમિસને સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જ ખાવાની ભલામણ કરવામાં આવે છે. જો કે ઉનાળામાં પણ ઓછા પ્રમાણમાં ખાઈ શકાય છે. પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ જેવા પોષક તત્ત્વો કિસમિસમાં જોવા મળે છે. જે ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક રોગોથી બચાવે છે.

ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ કિસમિસ
આયુર્વેદાચાર્ય પં. અભિષેક ઉપાધ્યાય જણાવે છે કે, 'કિસમિસ ડ્રાયફ્રુટથી પણ વધારે એક ઔષધિ જેવું છે. તે તંદુરસ્ત લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બીમાર લોકોને રોગ સામે લડવાની શક્તિ આપે છે. દરેક ઉંમરના લોકો કિસમિસનું સેવન કરી શકે છે. ઉંમર અને પાચન શક્તિ પ્રમાણે 8-10 દાણાથી માંડીને મુઠ્ઠી સુધી કિસમિસ ખાવાથી ફાયદો થાય છે.'

અભિષેક ઉપાધ્યાય વધુમાં જણાવે છે કે, 'હંમેશાં કિસમિસ ખાવી સારી છે, પરંતુ જો તમે સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે.'

ડૉક્ટરો 40 થી 50 ગ્રામ કિસમિસ ખાવાની ભલામણ કરે છે.
ડૉક્ટરો 40 થી 50 ગ્રામ કિસમિસ ખાવાની ભલામણ કરે છે.

લોહીની ઉણપને દૂર કરે છે કિસમિસનું પાણી
એનિમિયામાં પણ કિસમિસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મુઠ્ઠીભર કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે પાણી પીવાથી અને પછી કિસમિસ ખાવાથી શરીરમાં પર્યાપ્ત માત્રામાં લોહી બનવા લાગે છે.

પરિણીત પુરુષો માટે વરદાન છે કિસમિસ
પરિણીત પુરુષો માટે કિસમિસ વરદાનથી ઓછી નથી. કિસમિસ ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે. આ માટે આયુર્વેદમાં મધ સાથે કિસમિસ ખાવાની સલાહ આપવામાં આવે છે.

બાળકોના શારીરિક વિકાસ માટે જરૂરી
બાળકોના શારીરિક વિકાસ માટે કિસમિસ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે. તેને ખાવાથી એનર્જી રહે છે. આ સાથે બાળકોનું વજન પણ વધે છે. ડોકટરો ઓછા વજનવાળા અને કુપોષિત બાળકોને દૂધ સાથે કિસમિસ ખાવાની ભલામણ કરે છે.

લાલ કિસમિસને સૌથી સ્વાદિષ્ટ અને કાળી કિસમિસને સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.
લાલ કિસમિસને સૌથી સ્વાદિષ્ટ અને કાળી કિસમિસને સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.

આ લોકોએ કિસમિસ ખાવી નુકસાનકારક
ગુણોથી ભરપૂર કિસમિસ દરેક માટે ફાયદાકારક નથી હોતી. તેનું વધુ પડતું સેવન ઘણા લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સ્થૂળતાથી પીડિત લોકો જો કિસમિસ ખાવાનું ટાળે છે તો તે તેમના માટે વધુ સારું છે. ક્યારેક કિસમિસ ત્વચાની એલર્જી પણ વધારે છે. આ સિવાય તે બ્લડ શુગર લેવલ પણ વધારે છે. સુગરના દર્દીએ સમજી વિચારીને અને ડોક્ટરની સલાહ બાદ કિસમિસ ખાવી જોઈએ.

કિસમિસ વિશે આ વાત પણ જાણી લો
- દ્રાક્ષને ખાસ રીતે સૂકવીને કિસમિસ બનાવવામાં આવે છે

- દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક સૌથી વધુ કિસમિસનું ઉત્પાદન કરે છે

- દ્રાક્ષને કિસમિસ બનવામાં 15 દિવસ લાગે છે

- લાલ રંગની દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવતી લાલ કિસમિસ સૌથી સ્વાદિષ્ટ માનવામાં આવે છે

-કાળા રંગની અફઘાનિસ્તાન કિસમિસની સૌથી વધુ માગ છે.