અત્યાર સુધી નાક અને મોંનો જ શ્વાસ લેવા માટે ઉપયોગ થતો હતો. પરંતુ હવે શરીરના પાછળના ભાગે આવેલા ગુદામાર્ગ (Butt)ની મદદથી પણ શ્વાસ લઈ શકાશે! જી હા, કુદરતની રચનાને તદ્દન ઊલટું કરી નાખે તેવું સંશોધન કરવામાં રિસર્ચરો લાગી પડ્યા છે. ‘ક્લિનિકલ એન્ડ ટ્રાન્સલેશન રિસોર્સ એન્ડ ટેક્નોલોજી ઈનસાઈટ્સ’ નામની જર્નલમાં પ્રકાશિત એક નવા રિપોર્ટના અનુસાર, વૈજ્ઞાનિકોના એક સમૂહે ઉંદરો અને ડુક્કર પર ઘણા પ્રયોગ કર્યા છે. આ પ્રયોગ કાચબાના ધીમા મેટાબોલિઝ્મ પર આધારિત છે.
કેવી રીતે હિપથી શ્વાસ લેવો?
'ડેલી સ્ટાર' અખબારમાં પ્રકાશિત રિપોર્ટના અનુસાર, જાનવરોનાં આંતરડાંના મ્યુકોસ સ્તરને ઘસીને પાતળું કરવામાં આવ્યું, જેનાથી રક્તવાહિનીઓમાં અવરોધ ઘટ્યો અને બ્લડ સરળતાથી વહેતું થયું. આ પ્રયોગ પછી પ્રાણીઓને ઓક્સિજન રહિત રૂમમાં રાખવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે, કાચબાઓમાં મ્યુકોસનું પડ પાતળું હોય છે, જેના કારણે તે હિપથી શ્વાસ લઈ શકે છે અને અતિશય ઠંડીમાં પણ જીવિત રહે છે. આંતરડાં હિપ સાથે જોડાયેલાં હોય છે.
ત્રણ સ્તરો પર પરીક્ષણ કરવામાં આવ્યું
વૈજ્ઞાનિકોની આ ટીમ ક્યાંની છે, તે રિપોર્ટમાં નથી જણાવવામાં આવ્યું. રિપોર્ટ અનુસાર, જે પ્રાણીઓ શ્વાસ નથી લઈ શકતા અને આંતરડાંથી પણ ઓક્સિજન શોષાયું નહીં તેઓ 11 મિનિટમાં જ મરી ગયાં.
તેમજ તે પ્રાણીઓ જે આંતરડાંને ઘસ્યા વગર ઓક્સિજન લેવા સક્ષમ છે, તેઓ લગભગ 18 મિનિટ જીવિત રહ્યા. તેનાથી જાણવા મળ્યું કે અમુક હદ સુધી તેઓ ઓક્સિજનને શોષવામાં સક્ષમ હતા. ત્રીજા તબક્કામાં 75% પ્રાણીઓના આંતરડાંને ઘસવામાં આવ્યા અને ગુદા દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યું, જેનાથી તેઓ એક કલાક સુધી જીવિત રહી શક્યા. આ પ્રયોગનો સમગ્ર સમયગાળો એક કલાકનો હતો.
શું મનુષ્ય પણ હિપથી શ્વાસ લઈ શકશે?
આ પ્રયોગે સાબિત કર્યું કે, ઉંદર અને ડુક્કર યોગ્ય પરિસ્થિતિમાં આંતરડાંથી શ્વાસ લેવામાં સક્ષમ છે. રિસર્ચના નિષ્કર્ષ પ્રમાણે, વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે અન્ય સસ્તન પ્રાણીઓની જેમ, મનુષ્ય પણ હિપથી શ્વાસ લઈ શકે છે. વૈજ્ઞાનિકો બીજી જોખમકારક રીતો પર પણ રિસર્ચ કરી રહ્યા છે. તેઓ એવાં દ્રવ્યોની શોધ કરી રહ્યા છે જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય.
હજી સુધી સ્થિતિ સ્પષ્ટ નથી
આ પરીક્ષણ અત્યાર સુધી મનુષ્ય પર નથી કરવામાં આવ્યું અને નજીકના ભવિષ્યમાં આવું કરવાની યોજના પણ નથી. સાથે જ રિસર્ચનાં પરિણામો મનુષ્યો માટે કયા સંજોગોમાં ઉપયોગી થશે તે હજુ સ્પષ્ટ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.