ટ્રેંડિંગ:ફેશનેબલ જ નહીં, વાળ માટે પણ ફાયદાકારક છે દુરાગ, વાળને નેચરલી સ્ટ્રેટ કરવા અથવા તડકાથી બચાવવા માટે તેને પહેરીને ફ્લોન્ટ કરો તમારી સ્ટાઈલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેર સ્ટાઈલ સિક્યોર કરવા માટે દુરાગ હેડવેર ડિઝાઈન કરવામાં આવ્યા છે. તે ઘણા પ્રકારના ફેબ્રિક્સમાં મળે છે, જેમ કે- સિલ્ક, મેશ, વેલ્વેટ. તેનો ઈતિહાસ 19મી સદીના ઇથોપિયન કિંગ્સની સાથે જોડાયેલો છે. દુરાગને સ્લેવરી સાથે પણ જોડવામાં આવે છે. જો કે, 20મી સદીમાં તેનું મહત્ત્વ બદલાઈ ગયું. 60ના દાયકામાં તે ફેશન અને પોલિટિકલ સ્ટેટમેન્ટ બની ગયું. 1990માં પ્રખ્યાત રેપર્સ અને એથલીટ્સ પણ તેને પહેરવા લાગ્યા. વર્ષ 2000માં એનબીએના ખેલાડીઓએ તેને પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આજે એક વખત ફરીથી દુરાગ પહેરવામાં આવી રહ્યો છે. આજે તે માત્ર એક ફેશન પીસ નથી રહી ગયો, તે વાળ માટે પણ ફાયદાકારક પણ છે.

ફેશન સ્ટેટમેન્ટ બન્યું દુરાગ
ડ્રેક જેવા સેલિબ્રિટીઝ દુરાગ પહેરી રહ્યા છે તેથી તે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. તેને સ્ટ્રીટવિયરની સાથે, ટીશર્ટ અને જેકેટની સાથે, ટ્રેકસૂટ પેન્ટ્સ અથવા જીન્સની સાથે પણ પહેરી શકાય છે. દુરાગ એકદમ વર્સેટાઈલ છે તેથી દરેક પશોક પર તે સારું લાગે છે.

હેર સ્ટ્રેટનિંગ- વાળને નેચરલી સ્ટ્રેટ કરવા માટે પણ દુરાગ પહેરી શકાય છે. તે વાળને અમુક હદ સુધી સ્ટ્રેટ કરે છે.

સન ડેમેજ- ગરમીના દિવસોમાં સૂર્ય પ્રકાશ વાળને નુકસાન પહોંચાડે છે તો લાઈટ શેડ દુરાગ પહેરીને ગરમીથી બચી શકાય છે, ડાર્ક શેડ્સ હીટ એબ્ઝોર્બ કરે છે. રનિંગ અથવા વર્કઆઉટ કરવા જઈ રહ્યા હોવ તો પણ તેને પહેરી શકાય છે.

સિલ્ક દુરાગ- સિલ્કમાંથી બનેલા દુરાગ એકદમ સ્ટાઈલિશ લાગે છે. તે વાળ માટે ફાયદાકારક પણ હોય છે. વેવ્સ અને બ્રેડ્સને સારી રીતે મેન્ટેન કરે છે.

વેલ્વેટ દુરાગ- યૂનીક ટેક્સચર અને કન્ફર્ટેબલ હોલ્ડની સાથે તેને સૌથી પ્રખ્યાત દુરાગ માનવામાં આવે છે. તે ઘણા શેપ અને સાઈઝમાં મળે છે. સૂટ અથવા કેઝ્યુઅલ આઉટફિટની સાથે તેને પહેરી શકાય છે.

મેશ દુરાગ- ગરમીના દિવસોમાં અન્ય તમામ દુરાગ ગરમી વધારી શકે છે, આવી સ્થિતિમાં મેશ ફેબ્રિકથી બનાવવામાં આવેલા દુરાગ ઘણા ઉપયોગી સાબિત થાય છે. મેશ દુરાગથી હેરસ્ટાઈલ પ્રોટેક્શન તો વધારે નથી મળતું, પરંતુ વર્કઆઉટ દરમિયાન તેને પહેરી શકાય છે. તે તડકાથી બચાવે છે અને દેખાવમાં સ્ટાઈલિશ લાગે છે.