• Gujarati News
  • Lifestyle
  • It Is Not A Cow But A Powerful Bull ', People Became Frightened By The Roaring Form Of The Cow

વાઈરલ વીડિયો:‘તે ગાય નથી પણ શક્તિશાળી બુલ છે’, ગાયનાં રૌદ્ર સ્વરુપથી લોકો થઈ ગયાં ભયભીત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારથી સોશિયલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ઈન્ટરનેટ પર તમને એક થી એક ચડિયાતાં વીડિયો જોવા મળી રહે છે કે જેની તમે કલ્પના પણ કરી ના હોય. સોશિયલ મીડિયા પર તમને પશુ-પક્ષીઓના વીડિયો તમને ભરપૂર જોવા મળી રહે છે. આ વીડિયો મોટાભાગે તેમના જીવન, તેમની અનોખી રહેણી-કરણીને તેમનાં પ્રેમાળ સ્વભાવને લગતાં હોય છે, પરંતુ આજનો જે વાઈરલ વીડિયો છે તે તેમના તેમના જીવન કે તેમની રહેણી-કરણીને લગતો નથી પણ તે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેમનું રૌદ્ર સ્વરુપ કેવો હાહાકાર મચાવી શકે છે તેના પર છે.

ટ્વીટર પેજ Nonsensical Nemo દ્વારા ગઈકાલે એક ખૂબ જ રસપ્રદ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ગાયે પોતાના રૌદ્ર સ્વરુપથી આસપાસના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધાં હતાં. તેની પાસે ઉભેલાં એક વ્યક્તિને તો ગાયમાતાએ પોતાના શિંગડાંઓથી ધોબી પછાડ આપી. જો કે, સમયસર તે જગ્યાએથી નાસીપાસ થતાં ગૌ માતાની ‘WWE સ્લેમ કીક’ થી બચી ગયો. આ વીડિયોમાં WWEનું મ્યુઝિક એડ કરીને તેને એક અલગ જ સ્તર પર લઈ જવાયો છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે.

આ વીડિયોને બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું, ‘તેણીની છેલ્લી ફાઈટ.’ આ ઘટના અંગે કોઈ સચોટ માહિતી તો નથી પણ અભિનેત્રીના કેપ્શન પરથી એવું અનુમાન લગાવી શકાય કે, આ લોકો ગાયને કતલખાને લઈ આવ્યા હોય ને તેને મારવાનો પ્રયાસ કરી રહ્યાં હોય, જેના કારણે ગૌ માતાએ તેમને પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યું. જો કે, આ કેપ્શન મુજબ કદાચ એ લોકો પોતાના મનસૂબામાં સફળ પણ રહ્યા એવું કહી શકાય.

આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખ કરતાં પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે જ્યારે 1700 થી વધુ લોકોએ આ વીડિયોને રિટ્વીટ પણ કર્યો છે. જો કે, રવિના ટંડને આ વીડિયો અપલોડ કર્યા બાદ અમુક ટ્રોલિંગ કોમેન્ટસનો પણ સામનો કરવો પડ્યો હતો.