• Gujarati News
  • Lifestyle
  • Normal Period Circles Were Running, Though The Woman Did Not Know She Was Pregnant For 9 Months, And Was Suddenly Delivered To The Kitchen

શું આવું થવું શક્ય છે?:નોર્મલ પીરિઅડ સર્કલ ચાલી રહ્યાં હતા, તેમ છતાં 9 મહિના સુધી મહિલાને ખબર ન પડી કે તે પ્રેગ્નન્ટ છે, અને અચાનક રસોડામાં ડિલીવરી થઈ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્લેયરનો કેસ આ ક્રિપ્ટિક પ્રેગ્નન્સીનો કેસ છે
  • ક્લેયર વીજેમને જણાવ્યું કે, તેનું નોર્મલ પીરિઅડ સર્કલ ચાલી રહ્યું હતું. તેના વજનમાં પણ વધારો નહોતો થયો. તે સામાન્ય જિંદગી જીવી રહી હતી

એક બ્રિટિશ મહિલાએ પુત્રને જન્મ આપ્યો, તે પણ તેના પોતાના ઘરના રસોડામાં. કેમ કે, 9 મહિના પછી પણ તેને ખબર નહોતી કે તે પ્રેગ્નન્ટ છે. બાળકને જન્મ આપ્યા પછી પણ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બાળક તેનું છે, તેથી તેણે આગામી 12 કલાક સુધી બાળકનું મોઢું પણ જોયું નહીં. મહિલાનું નામ ક્લેયર વીજેમન છે.

મહિલાની માતાને આભાસ થયો, તે બાળકને જન્મ આપવા જઈ રહી છે
ક્લેયર વીજેમનના જણાવ્યા પ્રમાણે, તેને એ વાતનો કોઈ આભાસ નહોતો થયો કે તેના શરીરમાં એક બીજી નાની જિંદગી પણ છે. ઓક્સફોર્ડની રહેવાસી ક્લેયર વીજેમન (27)ના જણાવ્યા પ્રમાણે, તેના બોયફ્રેન્ડનું નામ બેન હની (24) છે. તે એ દિવસે પોતાના રસોડામાં કામ કરી રહી હતી, તો અચાનક તેને દુખાવો મહેસૂસ થયો અને પોતાની માતાને મદદ માટે બોલાવી. તેની માતાએ જ્યારે તેની સ્થિતિ જોઈ તો તેને ચીસ પાડી. થોડા સમયમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો.

ક્લેયર વીજેમન
ક્લેયર વીજેમન

વજન પણ નહોતું વધ્યું, પિરિઅડ પણ સામાન્ય હતા
ડેલીમેલના સમાચારના અનુસાર, ક્લેયર વીજેમને જણાવ્યું કે, તેનું નોર્મલ પીરિઅડ સર્કલ ચાલી રહ્યું હતું. તેના વજનમાં પણ વધારો નહોતો થયો. તે સામાન્ય જિંદગી જીવી રહી હતી. પાર્ટીઓ કરતી હતી. વાઈન પણ વધારે પીતી હતી. સામાન્ય સમસ્યાઓના કારણે તે સામાન્ય દવા પણ લેતી હતી. પરંતુ થોડા સમયમાં જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેની 5 મિનિટ બાદ એબ્યુલન્સ આવી અને માતા-પુત્રને લઈને હોસ્પિટલ લઈ ગઈ. ત્યારબાદ પણ તેને વિશ્વાસ નહોતો આવતો કે તે બાળકને જન્મ આપી શકે છે.

બાળકનું વજન સામાન્ય હતું
ક્લેયર વીજેમનના બાળકનું વજન લગભગ 3.48 કિલો હતું. બાદમાં બેન હની આવ્યો અને મને સંભાળી, ત્યારે જઈને 12 કલાક બાદ મેં પહેલી વખત મારા બાળકનું મોઢું જોયું. ત્યારબાદ તે બાળક સાથે મને પ્રેમ થઈ ગયો. આજે અમારૂ બાળક બે વર્ષનું છે. ખાસ વાત એ છે કે જે દિવસે બાળકનો જન્મ થયો તે સમયે મારા બ્રોયફ્રેન્ડની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને તે ખુદ 25 વર્ષની હતી. બાળકનું નામ બંનેએ ફિનલે રાખ્યું છે.

બાળકનું નામ ફિનલે રાખ્યું છે
બાળકનું નામ ફિનલે રાખ્યું છે

શું આવું થવું શક્ય છે?
મેડિકલ ટર્મમાં તેને ક્રિપ્ટિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. માત્ર ઈંગ્લેન્ડમાં જ આવા ઘણા બધા કેસ સામે આવે છે. લગભગ 450 કેસમાંથી કોઈ એક મહિલાને પ્રેગ્નન્સીના 20 સપ્તાહ કે તેનાથી વધુ સમય સુધી ખબર જ નથી હોતી કે તે પ્રેગ્નન્ટ છે. 2500 કેસમાંથી એક કેસ આવો હોય છે, જેમાં ડિલિવરી સુધી પ્રેગ્નન્સીની ખબર નથી પડતી. ક્લેયરનો કેસ આ ક્રિપ્ટિક પ્રેગ્નન્સીનો કેસ છે.

ક્લેયર વીજેમન અને તેનો બોયફ્રેન્ડ બેન હની અને તેનું બાળક
ક્લેયર વીજેમન અને તેનો બોયફ્રેન્ડ બેન હની અને તેનું બાળક

ક્રિપ્ટિક પ્રેગ્નન્સી શું છે?
ક્રિપ્ટિક પ્રેગ્નન્સી એક ટર્મ છે. જેમાં હોર્મોનલ અથવા અન્ય કોઈ સમસ્યાના કારણે ઘણી વખત પ્રેગ્નન્સીના સમયે પણ પિરિઅડ આવે છે. આવી સ્થિતિમાં તેમને ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. ઘણી વખત મેનોપોઝના સમયે પણ આવું થાય છે, જ્યારે લોકો મેનોપોઝના કારણે ગર્ભનિરોધકનો ઉપયોગ નથી કરતા અને ખબર વગર જ પ્રેગ્નન્ટ મહિલા સામાન્ય જીવન જીવે છે.