તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Nora Langdon Is An Amazing Power Lifter At The Age Of 78, Won 20 Out Of 22 Competitions, Recorded 19 World Names

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ ઈઝ જસ્ટ નંબર:78 વર્ષની ઉંમરે પાવર લિફ્ટિંગ કરી જુવાનિયાઓના દાંત ખાટા કરે છે નોરા લંગ્ડન, 22માંથી 20 કોમ્પિટિશન જીત્યા અને 19 વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યા

એક મહિનો પહેલા
 • નોરા લંગ્ડન 159 કિલોના વજન સાથે સ્ક્વૉટ કરે છે
 • છેલ્લા 14 વર્ષથી નોરા 22 સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે

જો તમે એ વિચારો છે કે હેવી વેટ સાથે પાવર લિફ્ટિંગ એ માત્ર યંગસ્ટર્સનું જ કામ છે તો તમે હજુ 78 વર્ષીય નોરાને મળ્યા નથી. આ મહિલા રિટાયરમેન્ટની ઉંમરમાં પોતાનાં વજન કરતાં બમણું વજન ઊંચકીને યંગસ્ટર્સના દાંત ખાટા કરી રહી છે. પાવર લિફ્ટિંગ લિજેન્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં નોરા લંગ્ડન 159 કિલોના વજન સાથે સ્ક્વૉટ કરતાં નજરે પડે છે. ઓપન પાવર લિફ્ટિંગ પ્રમાણે, અમેરિકામાં રહેતા નોરાએ સૌ પ્રથમ 2007માં પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.

છેલ્લા 14 વર્ષથી નોરા 22 સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. તેમાંથી તેમણે 20 સ્પર્ધામાં વિજેતાનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. મિશિગન સ્ટેટ મીટનું અમેરિકન પાવરલિફ્ટિંગ ફેડરેશન 2020 કોમ્પિટિશન પણ તેઓ જીતી ચૂક્યા છે. 2019માં નોરાએ અમેરિકન પાવર લિફ્ટિંગ ફેડરેશન તરફથી નેશનલ્સનું ટાઈટલ જીત્યું હતું. આ મહિલાએ વધતી જતી ઉંમરમાં 19 વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યા છે. નોરાની શાનદાર જીત એ સાબિત કરે છે કે તેઓ જીતવા માટે સ્પર્ધાથી ગભરાયા વગર મેદાનમાં ઉતરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો