તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Noori Parveen, A Doctor From Kadapa In Andhra Pradesh, Treats Patients For 10 Rupees, Fondly Called Mother Teresa Of Kadapa

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાનું ઉદાહરણ:આંધ્રપ્રદેશનાં કડાપા શહેરની ડૉ. નૂરી પરવીન, 10 રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે, પ્રેમથી લોકો ‘કડાપાની મધર ટેરેસા’ કહે છે

2 મહિનો પહેલા
 • નૂરીના માતા પિતાએ 3 અનાથ બાળકોને દત્તક લઈને તેમનો ઉછેર કર્યો
 • તેનું ઘર વિજયવાડામાં આવેલું છે, પણ તે ગરીબ લોકોની સેવા કરવા કાયમ કડાપા જ રહેશે

મહામારી દરમિયાન એક બાજુ ઘણા ડૉક્ટરે તગડી ફી લઈને પોતાના ખિસ્સા ભર્યા તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં કડાપા શહેરનો ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના ક્લિનિકની ફી 10 રૂપિયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બેડનો ખર્ચ એક દિવસનો માત્ર 50 રૂપિયા છે. નૂરી વિજયવાડાના એક મધ્યમવર્ગીય પરિવારની છે. તેણે કડાપાની ફાતિમા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં MBBS કર્યું છે.

નૂરીને પ્રેમથી લોકો કડાપાની મધર ટેરેસા કહે છે
નૂરીને પ્રેમથી લોકો કડાપાની મધર ટેરેસા કહે છે

નૂરીએ કહ્યું, મેં ગરીબોની મદદ કરવા માટે કડાપાની ગરીબ વસતી વચ્ચે મારું ક્લિનિક ખોલ્યું છે. માતા-પિતાને પણ કહી દીધું છે કે હું વિજયવાડા નહિ આવું પણ અહીં રહીને જ ગરીબોની સેવા કરીશ. તેઓ મારા આ નિર્ણયથી ઘણા ખુશ છે. નૂરીના માતા પિતાએ 3 અનાથ બાળકોને દત્તક લઈને તેમનો ઉછેર કર્યો. આ બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવ્યો.

મહામારીમાં પણ પોતાનું કામ ચાલુ રાખ્યું
મહામારીમાં પણ પોતાનું કામ ચાલુ રાખ્યું

નૂરીએ કડાપામાં 7 ફેબ્રુઆરી, 2020ના રોજ ક્લિનિક ખોલ્યું હતું. પરંતુ મહામારીની અસર વધવાને લીધે લોકોના કહેવા પર ક્લિનિક બંધ કર્યું. હજુ ક્લિનિક બંધ કર્યાને 3-4 દિવસ જ થયા હતા કે તેને પોતાના ડૉક્ટર ધર્મ યાદ આવ્યો. તેણે ફરીવાર ક્લિનિક ખોલ્યું. આ ક્લિનિક હવે 24 કલાક દર્દીઓ માટે ખુલ્લું રહે છે. એટલું જ નહિ, તેણે સ્વર્ગીય દાદાની યાદમાં નૂર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના પણ કરી છે. આ ટ્રસ્ટ હેઠળ તે આત્મહત્યા અને દહેજ પ્રથા વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે ડોક્યુમેન્ટરી બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો