• Gujarati News
  • Lifestyle
  • Nomiya Ranjan Made Herbal Oil At Home To Stop Hair Fall, Nine Of Her Friends Became The First Customer, Today There Are Distributors Of This Oil Abroad With Huge Earnings

પ્રેરણા:નોમિયાએ હેર ફોલ રોકવા માટે ઘરે હર્બલ ઓઈલ બનાવ્યું, તેની મિત્રો પ્રથમ કસ્ટમર બની, વિદેશમાં પણ હેર ઓઈલની ડિમાન્ડ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં નોમિયાએ પોતાનો બિઝનેસ શરુ કર્યો
  • યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે હેર ઓઈલ બનાવ્યું

મહામારી દરમિયાન અનેક લોકો નોકરી ગુમાવી બેરોજગાર બન્યા. તેમાં મહિલાઓ પણ સામેલ છે. મોટાભાગની મહિલાઓ આજે પણ સારી નોકરીની શોધમાં છે. ઘણી મહિલાઓએ હાર માનવાને બદલે પોતાનો બિઝનેસ શરુ કરીને નામ અને પૈસા બંને કમાયા. નોમિયા રંજન નામની મહિલા નોમિઝ ધ્રુવી નામથી તેલ વેચીને કમાણી કરી રહી છે.

પોતાના કામની શરુઆત વિશે નોમિયાએ કહ્યું, હું મહિલાઓ દ્વારા સંચાલિત થયા ગ્રુપની મેમ્બર છે. ગયા વર્ષે એક મહિલાએ હેર ફોલ ઓછો કરવા માટેનો ઉપાય પહોંચ્યો. એ પછી મને યાદ આવ્યું કે ડિલિવરી પછી મારા વાળ પણ ઘણા ખર્યા હતા. તે સમયે મેં માર્કેટમાં મળતા ઘણા બધા તેલનો ઉપયોગ કર્યો પણ કોઈ ફાયદો ના થયો.

સેકન્ડ ડિલિવરી પછી પણ હેરફોલ રોકવાના બધા ઉપાય નિષ્ફળ ગયા એ પછી નોમિયાએ જાતે હેર ઓઈલ બનાવવાની રીત યુટ્યુબ પર જોઈ. નોમિયાની માતાએ તેને હર્બલ ઓઈલની સલાહ આપી. તેણે ઘરે ઓઈલ બનાવ્યું. તેનાથી હેર ફોલ ઓછો થયો અને તેની અસર એક અઠવાડિયાંમાં દેખાવા લાગી. આ વિશે મેં મારી મિત્રોને જણાવ્યું તો 9 લોકોએ ઓઈલ ખરીદવા હા પાડી.

વિદેશમાં હેર ઓઈલની માગ છે
નોમિયાની મિત્રો તેની પ્રથમ કસ્ટમર બની. એ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ઘણી ઔષધિઓ અને નારિયેળ તેલમાંથી બનાવેલું આ ઓઈલ સંપૂર્ણ હર્બલ છે. તેનાથી હેર ફોલની સાથે ડેન્ડ્રફ પણ દૂર થાય છે. સારી એવી કમાણી સાથે નોમિયાના ઓઈલ ડિસ્ટ્રિબ્યુટર્સ આજે કેનેડા, અમેરિકા, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ છે.

અન્ય સમાચારો પણ છે...