તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Noida Girl Makes 100% Compostable Paper Bottles, Cheaper Than Plastic Bottles And Eco friendly

‘કાગઝી બોટલ્સ’ સ્ટાર્ટઅપ:નોઈડાની યુવતીએ 100% કમ્પોસ્ટેબલ પેપર બોટલ બનાવી, પ્લાસ્ટિક બોટલ્સ કરતાં પણ કિંમત ઓછી અને ઈકો-ફ્રેન્ડલી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
3 વર્ષ નોકરી કર્યા પછી સ્ટાર્ટઅપ શરુ કર્યું - Divya Bhaskar
3 વર્ષ નોકરી કર્યા પછી સ્ટાર્ટઅપ શરુ કર્યું
  • પેપરમાંથી બોટલ બનાવવાનો આઈડિયા ફાઉન્ડર સમીક્ષાને કોલેજટાઈમમાં જ આવ્યો હતો
  • આ બોટલમાં શેમ્પુ, કંડીશનર અને લોશન પેક કરી શકાય છે

દુનિયાભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મોટી સમસ્યા છે. દિવસેને દિવસે પૃથ્વી પર પ્લાસ્ટિકનો ખડકલો વધી રહ્યો છે અને પર્યાવરણને પણ સતત નુકસાન થઈ રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક બોટલ પણ સામેલ છે. એકવાર વાપર્યા પછી આ બોટલ ફેંકી દેવામાં આવે છે. આ બોટલ રિસાઈકલ ના થતા વર્ષો સુધી કચરામાં પડી રહે છે. આ પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ ઓછું કરવા માટે નોઇડાની રહેવાસી સમીક્ષા ગનેરીવાલે એક સ્ટાર્ટઅપ શરુ કર્યું. કાગઝી બોટલ્સ નામનું સ્ટાર્ટઅપ 100% કમ્પોસ્ટેબલ પેપર બોટલ બનાવે છે.

નોકરી કર્યા પછી સ્ટાર્ટઅપ શરુ કર્યું
સમીક્ષા એવી બોટલ બનાવે છે જેનો ઉપયોગ કર્યા પછી ખાતરમાં તે કામમાં આવે છે. સમીક્ષા કોલેજમાં હતી તે સમયે તેને આ કામનો આઈડિયા આવ્યો હતો. તે પ્લાસ્ટિક બેગના ઓપ્શન પર કામ કરી રહી હતી. MBAનો અભ્યાસ કર્યા પછી દિલ્હી અને નોઇડાની મોટી કંપનીમાં નોકરી કર્યા પછી સમીક્ષાએ વર્ષ 2018માં પોતાના આઈડિયા પર કામ કરવાનું વિચાર્યું.

પ્લાસ્ટિક કરતાં સસ્તી છે
પ્લાસ્ટિક કરતાં સસ્તી છે

બોટલ બનાવતા 2 વર્ષ લાગ્યા
બે વર્ષના રિસર્ચ અને સતત મહેનત પછી સમીક્ષાએ પોતાની પ્રથમ પ્રોટોટાઈપ બોટલને બધા સામે રજૂ કરી. આ બોટલ્સ સંપૂર્ણપણે કમ્પોસ્ટેબલ હતી. નવાઈની વાત એ છે કે, સમીક્ષાની બોટલ્સ પ્લાસ્ટિકની બોટલ્સ કરતાં પણ સસ્તી છે. આ બોટલમાં શેમ્પુ, કંડીશનર અને લોશન પેક કરી શકાય છે.

દર મહીને 2 લાખથી વધારે બોટલ બનાવે છે
કાગઝી બોટલ્સ શરુ કરવા માટે સમીક્ષાએ ટોટલ 12 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ એક બોટલ બનતા આશરે 2 દિવસનો સમય લાગે છે અને કંપની દર મહીને 2 લાખથી પણ વધારે બોટલ બનાવી રહી છે.

આ સ્પેશિયલ બોટલ બનાવવા માટે નકામા કાગળ, પાણી, અમુક કેમિકલ અને કેળના પાનનો ઉપયોગ કરવામાં આવશે. સમીક્ષાનું માનવું છે કે, તેની કંપની ભવિષ્યમાં પ્લાસ્ટિકની બોટલની જગ્યા લઈને પ્રદૂષણનો આંકડો ઓછો કરી શકે છે.

પૃથ્વી પર વધતો જતો પ્લાસ્ટિકનો ખડકલો
પૃથ્વી પર વધતો જતો પ્લાસ્ટિકનો ખડકલો

સમીક્ષાને આશા છે કે તે દેશમાંથી પ્લાસ્ટિકની પ્રદૂષણ ઓછું કરી શકશે. વર્ષ 2018-19નાં રિપોર્ટ પ્રમાણે, માત્ર ભારતમાં જ દર વર્ષે આશરે 33 લાખ મેટ્રિક ટન કચરાનું ઉત્પાદન થાય છે.

અન્ય સમાચારો પણ છે...