તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય નાનામાં-નાના ગામમાં પણ 100 કે 200 વ્યક્તિઓ તો રહેતા જ હોય. પરંતુ આ દુનિયામાં એક ગામ એવું પણ છે જ્યાંની વસ્તી ફક્ત એક વ્યક્તિની છે. આ આખા ગામમાં એક વયોવૃદ્ધ મહિલા સિવાય કોઈ રહેતું નથી. આ ગામનું નામ મોનોવી છે અને તે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. 2010 ની જનગણના પ્રમાણે અહીં ફક્ત એક જ મહિલા રહેતી હતી અને હાલ પણ તે એક જ મહિલા રહે છે. જો કે હવે તેની ઉંમર 86 વર્ષની થઈ ગઈ છે. તેના કહેવા પ્રમાણે તે વર્ષ 2004 થી આ ગામમાં એકલી રહે છે. નવાઈની વાત તો એ છે કે તે ગામની મેયર, લાઈબ્રેરીયન અને બારટેન્ડરની ફરજ પણ નિભાવે છે.
લગભગ 54 હેકટરનું ક્ષેત્રફળ ધરાવતું આ ગામ પહેલા લોકોથી હર્યુભર્યું હતું. એક અહેવાલ પ્રમાણે વર્ષ 1930 સુધી અને 123 લોકો રહેતા હતા. ત્યારબાદ ધીમે-ધીમે વસ્તી ઘટતી ગઈ અને વર્ષ 1980 માં અહીં રહેનારા ફક્ત 18 લોકો જ બચ્યા. અને વર્ષ 2000 આવતા આવતા અહીં ફક્ત બે જ લોકો રહ્યા. તે બે લોકો એટલે ઉપરોક્ત 86 વર્ષની મહિલા એલસી આઇલર અને તેના પતિ રુડી આઇલર. 2004 માં રૂડીનું મૃત્યુ થતા અહીં રહેનારા તરીકે એલસી આઇલર એક જ વ્યક્તિ બચી અને તે અહીં 2004 થી એકલી રહે છે.
86 વર્ષીય એલસી ગામમાં એક બાર શોપ ચલાવે છે. જ્યારે આજુબાજુના રાજ્યના લોકો ગરમીના દિવસોમાં રજા ગાળવા આ પ્રાકૃતિક ગામમાં ફરવા આવે છે ત્યારે તેઓ એલસીના આ બાર શોપમાં રોકાય છે. એલસીએ બાર શોપમાં કામ કરવા કોઈ માણસો નથી રાખ્યા. મોટાભાગનું કામ તે જાતે જ કરે છે અથવા ક્યારેક અહીં આવેલા બહારના મહેમાનો પણ તેના કામમાં મદદ કરતા હોય છે.
આ ગામમાં એક પોસ્ટ ઓફીસ પણ છે જે વર્ષ 1902 માં બનાવવામાં આવી હતી પરંતુ ઘટતી જતી વસ્તીને કારણે તેને વર્ષ 1967 માં બંધ કરી દેવામાં આવી. આ ગામ છોડવાનું કારણ લોકોના ધંધા રોજગાર હતું. લોકો પોતાના સંતાનોના ભવિષ્ય માટે ગામ છોડીને શહેરોમાં વસવા લાગ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.