• Gujarati News
  • Lifestyle
  • No Need To Worry About Tomatoes Becoming Expensive, Women Can Get The Same Taste As Tomatoes By Using These Vegetables Instead.

મોંઘવારીનો માર:ટામેટા મોંઘા થવાથી ચિંતા કરવાની જરૂર નથી, મહિલાઓ તેની જગ્યાએ આ શાકભાજીનો ઉપયોગ કરીને ટામેટા જેવો જ સ્વાદ મેળવી શકે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટામેટાની જગ્યાએ ઘણા એવા હેલ્ધી ઓપ્શન છે જેનો ઉપયોગ કરી શકાય છે
  • લાલ કેપ્સિકમ વિટામિન Cથી ભરપૂર હોય છે

ઘણા રાજ્યોમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ગૃહિણિઓ માટે ટામેટાનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ ગયો છે. દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુની ન્યુટ્રીશનિસ્ટ ડૉ. શૈલી તોમરના જણાવ્યા પ્રમાણે, લગ્નની સિઝનની સાથે ટામેટા પણ મોંઘા થઈ ગયા છે, પરંતુ ટામેટા જેવો જ સ્વાદ બીજી શાકભાજીઓમાં પણ છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ટામેટાની જગ્યાએ ઘણા એવા હેલ્ધી ઓપ્શન છે જેનો ઉપયોગ કરી શકાય છે.

મોંઘવારીના કારણે થાળીમાં ટામેટા ગાયબ થઈ ગયા છે. તેની જગ્યાએ બીજા ઘણા હેલ્ધી ઓપ્શન છે
મોંઘવારીના કારણે થાળીમાં ટામેટા ગાયબ થઈ ગયા છે. તેની જગ્યાએ બીજા ઘણા હેલ્ધી ઓપ્શન છે

લાલ કેપ્સિકમ
જો તમે કોઈ કારણસર ટામેટા નથી ખરીદી શકતા તો તેની જગ્યાએ લાલ કેપ્સિકમનો ઉપયોગ કરી શકો છો. ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. શૈલી તોમરના જણાવ્યા પ્રમાણે, લાલ કેપ્સિકમ વિટામિન Cથી ભરપૂર હોય છે. ટામેટામાં એન્ટિઓક્સિડન્ટ લાઈકોપીન હોય છે, જે કેપ્સિકમમાં પણ હોય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે લાલ કેપ્સિકમમાં ટામેટા કરતા વધારે વિટામિન C હોય છે.

ખટાઈ
ખટાઈ ટામેટાનો સારો વિકલ્પ છે. તેનાથી શાકભાજીમાં ખટાશ પણ આવશે અને તે સ્વાસ્થથી પણ ભરપૂર છે. ખટાઈમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રા સારી હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. ખટાઈમાં એક કમ્પાઉન્ડ હોય છે જેને ફ્લેવેનોએડ્સ કહેવામાં આવે છે જે વેટ મેન્ટેન કરવામાં મદદ કરે છે, તેનાથી મેટાબોલિઝ્મ બુસ્ટ થાય છે. ખટાઈ હાર્ટ અને પાચન તંત્રને સારું રાખે છે. તે બેડ કોલેસ્ટેરોલને પણ ઘટાડે છે. ખટાઈ બ્લડ ગ્લુકોઝ લેવલને પણ સારું રાખે છે. પરંતુ ધ્યાન રાખવું કે તેને પોર્શન કંટ્રોલમાં યુઝ કરવો.

અમૃત ફળ આંબળા.
અમૃત ફળ આંબળા.

આંબળા
આંબળામાં પણ નેચરલી ખટાસ હોય છે. તે પણ વિટામિન Cથી ભરપૂર હોય છે. ટામેટા પલ્પી હોય છે જેના કારણે ઓછા ટામેટામાં સારી પ્યુરી બની જાય છે. જો આંબળાથી પણ ટામેટા જેવી પ્યુરી બનાવવી હોય તો આંબળાને બાફીને તેમાં ગોળ મિક્સ કરો. તેનાથી ખાટી મીઠી પ્લપી પ્યુરી બનશે.

પાકેલુ કોળું
કોળાની પ્યુરી પણ ટામેટાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તે વિટામિન Aથી ભરપૂર હોય છે જેનાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને આંખોની રોશની તેજ થાય છે. કોળા ફાયબરથી ભરપૂર હોય છે જે વેટ લૉસમાં ફાયદાકારક છે. તેની પ્યુરીમાં વિનેગર પણ નાખવામાં આવે છે, તેનાથી ટામેટા જેવો સ્વાદ આવશે. તેમાં વિટામિન E અને C પણ હોય છે. જે સ્કિન માટે ફાયદાકારક છે.