• Gujarati News
  • Lifestyle
  • No Less Than A Painkiller, Tears, A Crying Room To Soothe The Heart, Somewhere There Is A Unique Club

રડવું એ સ્વાસ્થ્ય માટે સારું:કોઈ પેનકિલરથી ઓછા નથી આંસુ, હૃદય હળવું કરવા માટે ક્રાઈંગ રૂમ છે, તો ક્યાંક અનોખા ક્લબ છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રડવું માત્ર આંખો માટે જ નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે
  • ક્યારેક ક્યારેક દિલ ખોલીને રડી લેવું. રડવાથી હૃદય હળવું થશે.

તમે તમારા ઘરમાં બેડરૂમ, લિવિંગ રૂમ અથવા પછી ડાઈનિંગ રૂમ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ક્રાઈંગ રૂમ વિશે સાંભળ્યું છે? આ કોઈ મજાક નથી પરંતુ સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક એવો રૂમ છે જ્યાં હતાશ, નિરાશ, ઉદાસ અને પરેશાન લોકો જઈને દિલ ખોલીને રડે છે. મન હળવું કરે છે. ક્રાઈંગ રૂમ નામની આ જગ્યા લોકોનો દબાયેલો ગુસ્સો બહાર કાઢવા માટે બનાવવામાં આવ્યો છે.

જો કે, ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી કેમ કે અહીં આંસુ વહાવવા એ માણસની નબળાઈ માનવામાં આવે છે, તેથી તકલીફ થવા પર પણ પુરુષ આંસુ વહાવવાનું ટાળે છે. ઘણા શોધમાં ખુલાસો થઈ ગયો છે કે રડવું એ શરીર, મગજ અને આંખો માટે પણ જરૂરી છે. મેડિકલ યુનિવર્સિટી ઓફ ઓહિયોના શોધના અનુસાર તો 88.8% લોકો રડ્યા બાદ હળવા અને તાજગી મહેસૂસ કરે છે.

આ છે દેશનું અનોખુ ક્લબ
ભારતમાં યોગા ક્લબ, લાફ્ટર ક્લબ અથવા પછી હેલ્થ ક્લબ તો ઘણા છે પરંતુ ગુજરાતના સુરતમાં ક્રાઈંગ ક્લબ પણ છે. અહીં લોકો રડવા માટે આવે છે અને હસતા હસતા જાય છે. આ ક્લબમાં સમાજના દરેક ક્ષેત્રના લોકો આવે છે. રડીને પોતાના દિલનો બોજ હળવો કરે છે. અહીં વીકેન્ડ પર ક્રાઈંગ થેરપીના ક્લાસ થાય છે, જેમાં લોકો પોતાના તણાવ અને એકલતાને દૂર કરે છે.

રડવું માત્ર આંખો માટે જ નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
રડવું માત્ર આંખો માટે જ નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

આખરે આંખોમાં આંસુ કેમ આવે છે?
રડવા પાછળનું સાયન્સ કામ કરે છે. મનુષ્યની આંખોમાંથી આંસુ કોઈ દુઃખ, પરેશાની અથવા ખુશીના પ્રસંગે જ નથી આવતા, પરંતુ તે ચહેરા પર ભારે હવા અથવા કોઈ ખાસ ગંધના કારણે પણ આવે છે. સાઈકોલોજિસ્ટ્સ એ વાત પર હંમેશાં ભાર આપે છે કે લાગણી દુભાઈ ત્યારે રડી લેવું સારું હોય છે. તેનાથી આંખોને જ નહીં પરંતુ મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે.

આંસુઓમાં છુપાયેલા રહસ્યો
ધ ટોપોગ્રાફી ઓફ ટિયર્સના રિસર્ચમાં આંસુઓને જીણવટપૂર્વક જાણવા માટે 100 વિવિધ પ્રકારના આંસુઓ પર તપાસ કરવામાં આવી છે. તેને માઈક્રોસ્કોપની નીચે રાખીને જોવામાં આવ્યું તો તમામના આકાર અલગ અલગ જોવા મળ્યા. તેમાં જોવા મળ્યું કે, ખુશીના આંસુઓનો આકાર ડુંગળી કાપવા પર આવતા આંસુઓથી એકદમ અલગ છે. આંખોમાંથી આવતા આંસુની સાઈઝ તેના કારણ પર નિર્ભર કરે છે.

શું આંસુઓથી ફેલાઈ શકે છે કોરોના
અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજની એક રિસર્ચનો દાવો છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ વાઈરસના સંક્રમણ ફેલાવવાનું જોખમ છે. આ સ્ટડી માટે દર્દીનો RTPCR રિપોર્ટ આવ્યાના 48 કલાકની અંદર આંસુના નમૂના લેવામાં આવ્યા હતા. તેના અનુસાર, કોરોના સંક્રમિત દર્દીઓના આસું તેમની સંભાળવમાં લાગેલા મેડિકલ સ્ટાફ માટે સંક્રમણનું જોખમ બની શકે છે. આવી સ્થિતિમાં મેડિકલ સ્ટાફ અને આંખના ડૉક્ટરોએ વધારે અલર્ટ રહેવાની જરૂર છે.

ક્યારેક ક્યારેક દિલ ખોલીને રડી લેવું. રડવાથી હૃદય હળવું થશે.
ક્યારેક ક્યારેક દિલ ખોલીને રડી લેવું. રડવાથી હૃદય હળવું થશે.

તેમજ એક અન્ય સ્ટડીના અનુસાર, રડવાથી આપણા શરીરમાં પૈરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ PNS)ને ઉત્તેજિત થાય છે. જેના કારણે શરીરને આરામ કરવા અને ડાઈઝેશનમાં મદદ મળે છે. તેથી જો તમે તમારા દુઃખને છાતીમાં છુપાવીને રાખ્યું છે તો ક્યારેક ક્યારેક દિલ ખોલીને રડી લેવું. યાદ રાખવું કે રડવાથી ન માત્ર હૃદય હળવું થશે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.

વાત વાત પર રડવું એ ખરાબ આદત
નેશનલ આઈ ઈન્સ્ટિટ્યૂટના અનુસાર, આંસુ આંખોને લ્યુબ્રિકન્ટ કરવાની સાથે આંખોની રોશની પણ વધારે છે. આંખોના મેમ્બરન્સનો ભેજ જાળવી રાખે છે અને તેને સૂકાવવાથી બચાવે છે. જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર અને ICU સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પંકજ આનંદ જણાવે છે કે, જ્યારે આપણે ટેન્શમમાં હોઈએ છીએ તો દુઃખી થવાના કારણે આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

રડતી વખતે બોડીમાં ઓક્સીટોસિન અને ઈન્ડોરફિર કેમિકલ રિલીઝ થાય છે જે તમારા મૂડને સારો કરવાની સાથે ફિઝિકલ અને મેન્ટલ પેનને ઘટાડે છે. પરંતુ વાત વાત પર રડવું એ ખરાબ આદત છે તેનાથી તમારો મૂડ હંમેશાં દુઃખી રહેશે, જે હેલ્થ માટે યોગ્ય નથી.