તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Newly Identified Ancient Humans Who Lived 150,000 Years Ago And Had SQUARE Eye Sockets And A Wide Mouth May Replace Neanderthals As Our Closest Relative, Researchers Say

ચીનનાં વૈજ્ઞાનિકોનું રિસર્ચ:એક લાખ 40 હજાર વર્ષ જૂની મનુષ્યની ખોપરી વિશે વૈજ્ઞાનિકોએ ખુલાસો કરી કહ્યું, ‘ચોરસ આંખવાળા ‘ડ્રેગન મેન’નો મનુષ્યની નવી પ્રજાતિ સાથે સંબંધ છે’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવશેષોના જિયો-કેમિકલ એનાલિસિસથી ખબર પડી કે, આ ખોપરી 1,46,000 વર્ષ જૂની છે
  • મળેલી ખોપરી એક પુરુષની છે, તેનું મૃત્યુ આશરે 50 વર્ષની ઉંમરે થયું હતું

પૂર્વ ચીનમાં વર્ષ 1930માં 1 લાખ 40 હજાર વર્ષ જૂની ખોપરી મળી હતી. તેને હોમો-લોન્ગી અને ડ્રેગન મેનનું નામ આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ખોપરીનો સંબંધ મનુષ્યની ઘણી નવી પ્રજાતિ સાથે હોય શકે છે. આ નિએન્ડરથલ અને હોમો ઈરેક્ટસ જેવી પ્રાચીન માનવ પ્રજાતિમાંથી આપણા સૌથી નજીકના પૂર્વજ હોય શકે છે. આની પર હેબેઈ જિયો યુનિવર્સીટી રિસર્ચ કરી રહી છે.

તેઓ પક્ષીઓનો શિકાર કરતા હતા
હોમો સેપિયંસની જેમ તેઓ આ સ્તનધારી અને પક્ષીઓનો શિકાર કરતા હતા. ફળ અને શાકભાજી ભેગા કરતા હતા. કદાચ માછલીઓ પણ પકડતા હતા. અવશેષોના જિયો-કેમિકલ એનાલિસિસથી ખબર પડી કે, આ ખોપરી 1,46,000 વર્ષ જૂની છે. સંશોધકોનું કહેવું છે કે, હજુ અમને ખબર નથી પડી કે હર્બિન ગ્રુપના આ મેમ્બર ક્યારે દેખાતા બંધ થયા હતા.

ચીનમાં વર્ષ 1930માં મળેલી ખોપરી
ચીનમાં વર્ષ 1930માં મળેલી ખોપરી

ચોરસ આંખવાળો મનુષ્ય
સંશોધકોએ કહ્યું, તેમની આંખો ચોરસ હતી. મોઢું પહોળું અને દાંત મોટા હતા. આ ખોપરી દુનિયાનું પ્રથમ એવું અવશેષ છે જે એકદમ સુરક્ષિત મળ્યું છે. ખોપરી પુરુષની છે, તેનું મૃત્યુ આશરે 50 વર્ષની ઉંમરે થયું હતું. જંગલ વિસ્તારમાં આ પુરુષ રહેતો હતો.

દાયકાઓ સુધી કુવામાં ખોપરી પડી રહી હતી
સંશોધકોએ જણાવ્યું કે, આ હોમો લોન્ગીનું સંરક્ષિત માથું છે, તે કદમાં હોમો સેપિયન્સની ખોપરીથી પણ મોટી છે. તે ચીનમાં હિલોન્ગજિયાન્ગ પ્રાંતમાંથી મળી હતી. આ અવશેષ દાયકાઓથી એક કુવામાં પડ્યું હતું અને વર્ષ 2017માં સંશોધકોને સોંપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...