ઊંઘ અને વજનનું કનેક્શન:રાત્રે પૂરતી ઊંઘ કરતા નવજાત શિશુ પર ઓવરવેટનું જોખમ રહેતું નથી, 300 બાળકો પર 6 મહિના સુધી રિસર્ચ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે બાળકો રાતે વારંવાર ઊઠે છે, તેમનામાં જન્મના 6 મહિના પછી ઓવરવેટનું રિસ્ક વધે છે

રાત્રે સારી રીતે ઊંઘ કરી લેતા નવજાત શિશુઓ ઓવરવેટ હોતા નથી. 300 નવજાત પર 6 મહિના સુધી ચાલેલા રિસર્ચમાં આ વાત ખબર પડી છે. લંડનની બ્રિગહમ હોસ્પિટલ અને મેસાચ્યુએટ્સજનરલ હોસ્પિટલના સંશોધકોએ બાળકોની એક્ટિવિટી મોનિટર કરી અને કહ્યું જે બાળકો રાત્રે વધારે ઊંઘે છે અને ઓછીવાર ઊઠે છે, ભવિષ્યમાં તેમનું વજન વધવાનું જોખમ ઓછું થાય છે.

રિસર્ચ કેવી રીતે થયું?
સંશોધક અને સ્લીપ એક્સપર્ટ ડૉ. સુજૈન રેડલાઈને જણાવ્યું કે, રિસર્ચ દરમિયાન બાળકોની ઊંઘ અને તેમના વજન વચ્ચે એક કનેક્શન મળ્યું. આને સારી રીતે સમજવા માટે 2016થી 2018 દરમિયાન 300 બાળકો પર સ્ટડી કરવામાં આવી. આ સ્ટડી દરમિયાન બાળકોની લંબાઈ અને વજનને આધારે તેમનો બોડી માસ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવ્યો. આને આધારે ખબર પડી કે બાળક ઓવરવેટ છે કે નહીં.

ડૉ. રેડલાઈને કહ્યું, જે બાળકો રાતે વારંવાર ઊઠે છે, તેમનામાં જન્મના 6 મહિના પછી ઓવરવેટનું રિસ્ક વધે છે.

એક કલાકની એક્સ્ટ્રા ઊંઘ રિસ્ક ઓછું કરે છે
રિસર્ચરે કહ્યું કે, જો રોજની સરખામણીએ બાળક એક કલાક વધારે ઊંઘે છે તો તેનું ઓવરવેટ હોવાનું જોખમ 26% ઓછું થઈ જાય છે. રિસર્ચ દરમિયાન બાળકોની સ્લીપિંગ સાઇકલ ઓબ્ઝર્વ કરવામાં આવી.

BMI એટલે શું?
બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI, આ એક પ્રકારનો વેટ ઇન્ડેક્સ છે. BMIની ગણતરી વ્યક્તિના વજન અને લંબાઈને આધારે કરવામાં આવે છે. તેનાથી ખબર પડે છે કે આપણી લંબાઈ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? આ ઇન્ડેક્સ મહિલા અને પુરુષોમાં અલગ-અલગ હોય છે. બોડી માસ ઇન્ડેક્સ સ્ટાન્ડર્ડથી જેટલો વધારે હશે એટલી જ વ્યક્તિ ઓવરવેટ જશે.

શરૂઆતના 2 વર્ષના ગ્રોથ પર નજર રાખશે
​​​​​​​સ્લીપ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, હવે વૈજ્ઞાનિકો બાળકોની ઊંઘની અસર ભવિષ્યમાં ગ્રોથ પર કેટલી પડશે તેનું રિસર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને જન્મ પછીના શરૂઆતના 2 વર્ષમાં. આ પ્રકારનું રિસર્ચ કરીને બાળકોને હેલ્ધી રાખવા માટે જરૂરી પગલાં લઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...