તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • New Zealand's Zina Ali Became The First Woman To Wear A Hijab In A Police Dress, She Wants Muslim Women To Earn A Name In The Region

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:ન્યૂ ઝીલેન્ડમાં ઝિના અલી પોલીસ યુનિફોર્મની સાથે હિજાબ પહેરનારી પ્રથમ મહિલા બની, મુસ્લિમ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવે તેવું ઈચ્છે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂ ઝીલેન્ડની કોન્સ્ટેબલ ઝિના અલી પ્રથમ મહિલા છે જેને પોલીસના યુનિફોર્મમાં હિજાબ પહેરવાનો મોકો મળ્યો છે. મુસ્લિમ મહિલાઓને પોલીસ વિભાગમાં આવવા પ્રોત્સાહન આપવા માટે તેણે આ નિર્ણય કર્યો છે. 30 વર્ષીય ઝિના ગયા વર્ષે ક્રાઈસ્ટ ચર્ચમાં થયેલા આતંકવાદી હુમલા પછી પોલીસમાં ભરતી થઇ હતી. તે પોતાના પ્રયત્નોથી મુસ્લિમ સમુદાયને મદદ કરવા માગે છે.

આ અઠવાડિયે ઝિના પોલીસ ઓફિસર બની જશે. સાથે જ તે ન્યૂ ઝીલેન્ડની પ્રથમ એવી મહિલા છે જે યુનિફોર્મ સાથે સ્પેશિયલ ડિઝાઈન કરેલા હિજાબમાં દેખાશે. ઝિનાએ કહ્યું કે, ન્યૂ ઝીલેન્ડ પોલીસના યુનિફોર્મની સાથે હિજાબ પહેરીને મને ઘણું સારું લાગી રહ્યું છે. હું તેની ડિઝાઈન પ્રોસેસનો પણ ભાગ બની. મને મારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાની ઘણી ખુશી છે.

ઝિનાએ જણાવ્યું કે, મારી પોલીસ સેવા જોઇને અન્ય મહિલાઓ પણ આવવા માટે પ્રોત્સાહિત થશે. મને ખુશી છે કે પોલીસ વિભાગે માતા કલ્ચર અને ધર્મને પોલીસ યુનિફોર્મની સાથે હિજાબ બનાવી સન્માનિત કરી છે. નાનપણમાં જ ઝિના તેના પરિવાર સાથે ન્યૂ ઝીલેન્ડ શિફ્ટ થઇ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો