તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેઝિંગ ફૂડ:ન્યૂ યોર્કનાં રેસ્ટોરાંએ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ બનાવી, 16 હજાર રૂપિયાની સેન્ડવિચ ખાવી હોય તો 48 કલાક પહેલાં ઓર્ડર આપવો પડે

3 દિવસ પહેલા
  • સર્વ કર્યા પહેલાં સેન્ડવિચ 4 મિનિટ માટે ગ્રિલ કરવામાં આવે છે
  • સેરેનડિપ્ટી 3 રેસ્ટોરાં સેન્ડવિચ પર એડિબલ સોનાનો વરખ લગાવેલો હોય છે

દુનિયામાં મોટી સાઈઝની સેન્ડવિચનો રેકોર્ડ તો ઘણી વાર બને છે, પરંતુ ન્યૂ યોર્કના સેરેડિપિટી 3 રેસ્ટોરાંએ વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ બનાવી છે. આ સેન્ડવિચ કોઈ 2-3 હજાર રૂપિયા નહીં પણ 16 હજાર રૂપિયાની છે. છેલ્લા 7 વર્ષથી આ રેસ્ટોરાં મોંઘી સેન્ડવિચ બનાવે છે. આ સ્પેશિયલ અને ટેસ્ટી સેન્ડવિચનું નામ ક્વોઈંટેસેન્શિયલ ગ્રિલ્ડ ચીઝ.

48 કલાક પહેલાં ઓર્ડર આપવો પડે
આ સેન્ડવિચે સૌથી મોંઘી સેન્ડવિચનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ ટેસ્ટી સેન્ડવિચની મજા માણવી હોય તો ગ્રાહકે ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓર્ડર આપવો પડે છે, કારણકે તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ભેગી કરવી થોડી મુશ્કેલ છે. આ સેન્ડવિચનો કુરકુરા અને ક્રીમી ટેસ્ટ એકદમ અલગ છે. સેન્ડવિચ સર્વ કર્યા પહેલાં 4 મિનિટ માટે ગ્રિલ કરવામાં આવે છે.

શા માટે સેન્ડવિચની કિંમત આટલી બધી છે?
સેન્ડવિચ પર એડિબલ સોનાનો વરખ લગાવેલો હોય છે. જે સેન્ડવિચને વધારે આકર્ષક બનાવે છે. તે ફ્રેંચ પુલમેન શેમ્પેન બ્રેડનાં બે પીસથી બનાવવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતું ચીઝ ખાસ ગાયનાં દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ગાય વર્ષમાં માત્ર બે મહિના જ દૂધ આપે છે.

અમેરિકાના રેસ્ટોરાંએ આની પહેલાં દુનિયાની સૌથી મોંઘી ફ્રેંચ ફ્રાઈઝ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેના સિંગલ પોર્શનની કિંમત 15 હજાર રૂપિયા છે. ન્યૂ યોર્કના મેનહેટનમાં આવેલા સેરેનડિપ્ટી 3 ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંએ આ ડિશ બનાવી. તેને ‘અલ્ટીમેટ ચીઝી ફ્રેંચ ફ્રાઈઝ-ક્રીમ ડી લા ક્રીમ પોમ્મે ફ્રાઈટસ’ નામ આપ્યું છે. આ ફ્રેંચ ફ્રાઈઝ રેસ્ટોરાંના ક્રિએટિવ શેફ જો કેલડેરોન અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ શેફ ફ્રેડરિક શિયોન કીવર્ટે બનાવી છે.

મોંઘી પ્લેટમાં સર્વ થાય છે
આટલી મોંધી ફ્રેંચ ફ્રાઈઝમાં 23 કેરેટ એડિબલ ગોલ્ડ ડસ્ટનો ઉપયોગ કર્યો છે, તે ઉપરાંત તેમાં અપસ્ટેટ ચિપરબેક પોટેટોઝ, ડોમ પેરિનોન શેમ્પેન, ફ્રેંચ શેમ્પેન, ટ્રફલ સોલ્ટ, ટ્રફલ ઓઈલનો ઉપયોગ કર્યો છે. આ લક્ઝરીયસ ફ્રેંચ ફ્રાઈઝને હાઈ ક્વોલિટી ક્રિસ્ટલ પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. ડિશ અને બાઉલ બંને મેચિંગ છે. બાઉલમાં મોર્ને સોસ હોય છે.

ફ્રેંચ ફ્રાઈઝ પહેલાં આ રેસ્ટોરાંએ સૌથી મોંઘો મિલ્ક શેક, સૌથી મોંધી સેન્ડવિચ અને સૌથી મોંઘા ડેઝર્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...