• Gujarati News
  • Lifestyle
  • New Sustainable Roofing Material Can Naturally Keep Buildings Cool Without Airconditioner

ઈનોવેશન:અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઘર અને બિલ્ડિંગને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડું રાખતું 'કૂલિંગ પેપર' બનાવ્યું, તેનાથી ACની નિર્ભરતા ઘટશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોસ્ટનની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોએ આ કૂલિંગ પેપર તૈયાર કર્યું
  • કૂલિંગ પેપરથી સજ્જ બિલ્ડિંગ અને ઘરને ઠંડાં કરવા માટે એડિશન કૂલિંગ સિસ્ટમની જરૂર નહિ રહે

અત્યાર સુધી ઘરને ઠંડું રાખવા માટે કૂલર કે AC જેવી ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ પર નિર્ભર રહેવું પડતું હતું. તેનો તોડ અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ AC વગર ઘરને ઠંડું રાખે તેવું 'કૂલિંગ પેપર' બનાવ્યું છે. તેને ડેવલપ કરનાર નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોનો દાવો છે કે, કૂલિંગ પેપરથી ઘર અને બિલ્ડિંગ કવર કરી શકાશે. કૂલિંગ પેપરથી સજ્જ બિલ્ડિંગ અને ઘરને ઠંડાં કરવા માટે એડિશન કૂલિંગ સિસ્ટમની જરૂર નહિ રહે.

આ રીતે કામ કરે છે કૂલિંગ પેપર
સંશોધક યી જેંગ કહે છે કે, કૂલિંગ પેપરનો રંગ હળવો હોય છે. તે ઘર પર આવનાર સૂર્યના કિરણોનો પરિવર્તિત કરે છે. આ સિવાય તે ઘર અને બિલ્ડિંગની અંદર ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ, કુકિંગ અને શરીરની ગરમીનને શોષી લે છે. આ ગરમીની ઘર અને બિલ્ડિંગની બહાર ટ્રાન્સફર કરે છે.

જેંગ કહે છે કે આ એક ખાસ પ્રકારનું પેપર છે તેમાં અનેક નાનકડાં છિદ્રો આવેલાં છે. તે માઈક્રોફાઈબરથી બનેલું છે. તે ગરમી શોષીને વાતાવરણ ઠંડું બનાવે છે.

આવી રીતે વિચાર આવ્યો
જેંગને કૂલિંગ પેપર બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે એક ડોલમાં અનેક પ્રિન્ટિંગ પેપર જોયા. ત્યારે જેંગે વેસ્ટ મટિરિયલમાંથી નવો આવિષ્કાર કરવાનું મન મનાવી લીધું.

જેંગે તમામ પેપર્સને બ્લેન્ડરમાં ક્રશ કરી તેમાંથી પેસ્ટ તૈયાર કરી. આ પેસ્ટથી તૈયાર થતાં પેપરનો પ્રયોગ ઘર પર એક લેયર ચઢાવી કર્યો. આ પેપર ઘરને કેટલું ઠંડું રાખી શકે છે તેના માટે અલગ અલગ તાપમાન પર પેપરની કેપેસિટીના ટ્રાયલ કરવામાં આવ્યા.

10 ડિગ્રી સુધી ઘટ્યું તાપમાન
ટ્રાયલ દરમિયાન જોવા મળ્યું કે કૂલિંગ પેપરની મદદથી રૂમનું તાપમાન 10 ડિગ્રી સુધી ઘટાડી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે કૂલિંગ પેપર ઈકો ફ્રેન્ડલી છે. તેને રિસાયકલ પણ કરી શકાય છે. તેનાથી વાતાવરણની અસર, તાપમાન અને સોલર રેડિએશનથી બચી શકાય છે. રિસાયકલ કૂલિંગ પેપર પણ ઓરિજિનિલ કૂલિંગ પેપર જેટલું જ અસરકારક છે.