તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Neha Sharma And Pranavi Singh Of Jammu And Kashmir Are Feeding 50 Street Dogs Every Day, They Want These Dogs To Get One Roti Daily From Every House So That They Do Not Go Hungry

પશુપ્રેમી:જમ્મુ-કાશ્મીરની નેહા શર્મા અને પ્રાનવી સિંહ રોજ 50 સ્ટ્રીટ ડોગ્સનું પેટ ભરે છે, તેઓ ઈચ્છે છે દરેક ઘર રોજ એક રોટલી આપે જેથી કોઈ શ્વાન ભૂખ્યું ના રહે

10 દિવસ પહેલા
  • પ્રાનવી અને નેહા આ ડોગ્સની મેડિકલ સુવિધાનું પણ ધ્યાન રાખે છે
  • બંને ફ્રેન્ડ સ્ટ્રીટ ડોગ્સ માટે ઘરે ભાત અને રોટલી બનાવે છે

કોરોના મહામારીમાં લોકડાઉનમાં અનેક લોકોને તકલીફ પડી. રસ્તા પર રખડતા પશુઓને પેટનો ખાડો પૂરવો મુશ્કેલ બન્યું. કપરા સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુરમાં બે છોકરીઓને રસ્તા પર રખડતા શ્વાનનો વિચાર આવ્યો. નેહા શર્મા અને તેની મિત્ર પ્રાનવી સિંહે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષથી સોશિયલ વર્કર્સ અને NGOએ જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન કરાવ્યું, પરંતુ આમાંથી કોઈએ સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવા વિશે ના વિચાર્યું. ગયા વર્ષે આ બંને મિત્રોએ જ્યારે સ્ટ્રીટ ડોગ્સની દયનીય સ્થિતિ જોઈ ત્યારે દરેક શ્વાનને ભોજન કરાવવાનું શરુ કર્યું. તેઓ રોજ 40થી 50 સ્ટ્રીટ ડોગ્સને ભોજન કરાવે છે.

પ્રાનવી અને નેહા આ ડોગ્સની મેડિકલ સુવિધાનું પણ ધ્યાન રાખે છે. પ્રાનવી દિલ્હીમાં અભ્યાસ કરે છે, પણ લોકડાઉનને લીધે ઘરે આવી છે. અહીં આવ્યા પછી તે મોટા ભાગનો સમય ડોગ્સ માટે ખાવાનું બનાવવામાં અને તેમની સાથે રમવામાં પસાર કરે છે. તેમણે કહ્યું, જો દરેક ઘર એક-એક રોટલી આપે તો પણ સ્ટ્રીટ ડોગ્સનું પેટ આરામથી ભરાય શકે છે. પરંતુ મોટાભાગના લોકો આવું વિચારતા નથી. બંને ફ્રેન્ડ સ્ટ્રીટ ડોગ્સ માટે ઘરે ભાત અને રોટલી બનાવે છે. સાથે જ તેમને દહીં અને દૂધ પણ આપે છે. તેઓ અન્ય લોકોને પણ ઓછામાં ઓછી એક રોટલી આ શ્વાનને આપવા આજીજી કરે છે જેથી કોઈનું પેટ ખાલી ના રહે.

રાંચીની 25 વર્ષીય આર્ચી સેન 200 સ્ટ્રીટ ડોગ્સને રોજ ભોજન કરાવે છે
રાંચીમાં મુરહાબાદી ગ્રાઉન્ડમાં આર્ચી સેન આવે તેવા તરત જ સ્ટ્રીટ શ્વાસ તેની આજુબાજુ ગોઠવાઈ જાય છે. હાલના સમયે મોટાભાગના લોકો મહામારીને લીધે ઘરની બહાર નીકળતા નથી તેવામાં આર્ચીનું કામ વખાણલાયક છે. આર્ચીએ આ કામની શરુઆત તેના ઘરની આજુબાજુના 2-3 ડોગ્સને ખવડાવવાથી કરી હતી. એ પછી ધીરે-ધીરે શ્વાનની સંખ્યા વધી ગઈ.

હાલ તે રોજ 200 ડોગ્સને ભોજન કરાવે છે. આર્ચીએ આ ડોગ્સ માટે વેક્સિનેશનની પૂરી વ્યવસ્થા કરી છે. આર્ચીના આ કામમાં તેના પિતા સંજીત કુમાર પણ મદદ કરે છે. તેઓ નિવૃત્ત મેકેનિકલ એન્જિનિયર છે.25 વર્ષીય આર્ચીને પ્રાણીઓથી વધારે પ્રેમ છે. તેણે શહેરમાં અલગ-અલગ લોકેશન પર સ્ટ્રીટ ડોગ્સ માટે 50 વોટર પોટ રાખ્યા છે. 150 ડોગ્સની સુરક્ષા માટે તેમને કોલર બેલ્ટ્સ પણ પહેરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...