ગ્લૂટેથિન પ્રોટિન પ્રેરણાનો સ્ત્રોત:જિંદગીમાં સફળ થવા માટે જરુરી, તે તણાવના સમયે વધુ સક્રિય થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિંદગીમાં સફળ થવા માટે અથવા તો કોઈ કાર્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે કોઈ ને કોઈ પ્રેરણા સ્ત્રોતની જરુર પડે છે. આ પ્રેરણા તમારા ઉત્સાહમાં વધારો કરે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. લાઈફ એન્ડ સાયન્સનાં જર્નલમાં છપાયેલ એક રિસર્ચ પરથી જાણવા મળ્યું કે, આ પ્રેરણાનો સ્ત્રોત તમારી અંદર જ છુપાયેલો છે. આ માટે બહારનાં કોઈપણ સ્ત્રોતની જરુર નથી.

પ્રોટિન સક્રિય થવા પર માણસ પ્રેરિત થાય છે
સ્વિટ્ઝરલેન્ડનાં લૌસાનાનાં સ્વિસ ફેડરલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીનાં સંશોધકોને પોતાના સંશોધનમાં જાણવા મળ્યું કે, ગ્લૂટેથિન પ્રોટિન વ્યક્તિને પ્રેરિત કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. શરીરમાં આ પ્રોટિન જેટલું સક્રિય થાય છે, માણસ તેટલું જ પ્રેરિત અને ઉર્જાવાન અનુભવે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પ્રેરણાનો સ્ત્રોત બાહ્ય છે જેમ કે, કોઈ ઘટના કે વ્યક્તિ પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ ઘટના કે વ્યક્તિ આપણને કેટલું પ્રેરિત કરે તેનો સંપૂર્ણ આધાર આપણા શરીરની અંદર હાજર ગ્લૂટેથિન પ્રોટિન પર છે.

તેનો સીધો અર્થ એવો છે કે, પ્રેરણાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બીમાર વ્યક્તિના સેલ્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે તેનું પ્રેરણાનું સ્તર નીચે આવી જાય છે અને તે કોઈ વિશેષ લક્ષ્યને હાંસલ કરી શકતું નથી. કંપની પોતાના કર્મચારીઓને કોઈ વિશેષ લક્ષ્ય માટે પ્રેરિત કરવા શક્ય તમામા પ્રયાસ કરે છે પણ રિસર્ચ પરથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે કે, કર્મચારીની તંદુરસ્તી એ તેને પ્રેરિત રાખવા માટેની પહેલી શરત છે. માણસનું પ્રેરણા સ્તર ઊંચુ રાખવા માટે પોષણક્ષમ ભોજન જરુરી છે.

બીમાર વ્યક્તિનાં સેલ્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે તેનું પ્રેરણાનું સ્તર નીચે આવી જાય છે
બીમાર વ્યક્તિનાં સેલ્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે તેનું પ્રેરણાનું સ્તર નીચે આવી જાય છે

તણાવના સમયે માણસનું પ્રેરણા સ્તર ઊંચુ રહે છે
એક વિશેષ પ્રકારનાં એન્ટી-ઓક્સિડન્ટ તેમાં મદદ કરે છે. સંશોધનની પ્રમુખ પ્રોફેસર કાર્મેન સેન્ડી કહે છે- અમે માણસનાં મેટાબોલિઝમ અને મગજનાં ન્યૂક્લિસ એક્યુમ્બેન્સ ક્ષેત્રનો પ્રેરણા સાથેનો સંબંધ શું છે? તેના પર અભ્યાસ કર્યો. તે જણાવે છે કે, તણાવનાં સમયે માણસમાં પ્રેરણાનું સ્તર એકદમ વધી જાય છે અને તે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે પણ તણાવ વધુ હોવાના કારણે પ્રેરણાનાં સ્તરમાં વૃદ્ધિ થાય છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મન પ્રેરિત થાય છે. સેન્ડી આ પ્રક્રિયાને સમજાવતાં કહે છે કે, શરીરનાં સેલ્સને મોલિક્યૂલ્સથી ઉર્જા મળે છે, તેનાથી બીજા નકામા મોલિક્યૂલ બહાર નીકળી જાય છે.

સેલ્સ આ બેકાર મોલિક્યૂલને સાફ કરી નાંખે છે. જ્યારે આ સફાઈ યોગ્ય રીતે ન થાય તો માણસમાં તણાવનું સ્તર વધે છે. વૈજ્ઞાનિક તેને ‘ઑક્સીડેટિવ તણાવ’ કહે છે. આ સ્થિતિમાં બ્રેઈન સેલ્સ એક્ટિવ થઈ જાય છે અને એન્ટી-ઓક્સિડન્ટ્સને સાફ-સફાઈ પર લગાવી દે છે. બ્રેઈન સેલ્સ માટે સૌથી મહત્વપપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ ગ્લૂટેથિઓન જ છે. સંશોધકોએ માણસો અને ઉંદરો પર પ્રયોગો કર્યા જણાવે છે કે, પ્રેરણા માટે સ્વસ્થ હોવું જરુરી છે.

પૌષ્ટિક ભોજન અને સારું મેટાબોલિઝમ તમને હંમેશા પ્રેરિત રાખે છે
પૌષ્ટિક ભોજન અને સારું મેટાબોલિઝમ તમને હંમેશા પ્રેરિત રાખે છે

પૌષ્ટિક ભોજન અને સારું મેટાબોલિઝમ તમને પ્રેરિત રાખે છે
પ્રોફેસર કાર્મેન સેન્ડી કહે છે કે, પૌષ્ટિક ભોજન અને સારું મેટાબોલિઝમ તમને હંમેશા પ્રેરિત રાખે છે. તેના માટે તમારે હાઈ પ્રોટિન ડાયટ લેવી પડે છે. તે કહે છે કે, માસ, ચિકન , માછલી અને સી ફૂડ પ્રોટિનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ઈંડા, ફણગાવેલ અનાજની સાથે બ્રોકલી અને ડુંગળી જેવી શાકભાજીઓથી તમને આવશ્યક પ્રોટીન મળી રહે છે. પોતાના પ્રયોગ દરમિયાન લોકોને પ્રોટિન સપ્લીમેન્ટ આપ્યા પછી મગજ અને પ્રેરણા વચ્ચેનો સંબંધ જાણ્યો.