તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • NCC Girl Cadet Of Andhra Pradesh Launches Awareness Campaign For Rescue From Corona, Selected For The Award Award 2020 For Their Head Priyanka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:આંધ્ર પ્રદેશમાં NCC ગર્લ્સ કેડેટે લોકોને મહામારીથી બચાવવા જાગૃતતા અભિયાન શરુ કર્યું, તેમની હેડ પ્રિયંકાની કમેન્ડેશન અવોર્ડ 2020 માટે પસંદગી થઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંધ્ર પ્રદેશના કડાપા શહેરમાં NCC ગર્લ્સ કેડેટ કોરોનાવાઈરસ પ્રત્યે જાગૃતતા ફેલાવી રહ્યા છે. લોકડાઉન પૂરું થઇ ગયા પછી જાગૃતતા અભિયાનને આ કેડેટે પોતાની જવાબદારી સમજીને શરુ કર્યું. હાલ તેઓ માસ્ક સીવી રહ્યા છે અને તે ગરીબોમાં વેચી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 2000 માસ્ક લોકોમાં વહેંચ્યા છે.

આ NCC કેડેટની હેડ NCC અસોસિયેટ ઓફિસર લેફ્ટનન્ટ પ્રિયંકા છે. આ કામ માટે પ્રિયંકાને તેલુગુના બે રાજ્યોમાં કમેન્ડેશન અવોર્ડ 2020 માટે પસંદ કરવામાં આવી છે. અવોર્ડ NCCના ડિરેક્ટર જનરલ આપશે. પ્રિયંકાએ 30 છોકરીઓના ગ્રુપની મદદથી અભિયાન ચલાવ્યું. આ છોકરીઓએ લોકોને કોરોનાથી બચાવવા માટે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને ગ્લવ્ઝ આપ્યા.

NCC અસોસિયેટ ઓફિસર લેફ્ટનન્ટ પ્રિયંકા
NCC અસોસિયેટ ઓફિસર લેફ્ટનન્ટ પ્રિયંકા

કોરોનાની બીજી લહેર દરમિયાન પ્રિયંકાએ પોલીસની પણ ભરપૂર મદદ કરી. આ કેડેટે ખાણી-પીણીની દુકાનો અને શાકભાજીના સ્ટોલ્સ પર લાગેલી લાંબી લાઈનને કંટ્રોલ કરી. પ્રિયંકાએ યુનિટ સાથે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો