તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Nazrani Khan, Who Lives In Khajuri Village Of Uttar Pradesh, Makes Solar Lamps And Sells Them To School Children, She Is Happy That She Is Taking Care Of Mother And Father With Her Money.

મહિલા સશક્તિકરણનું ઉદાહરણ:ઉત્તરપ્રદેશની ખજૂરી ગામની રહેવાસી નઝરાની ખાન સોલર લેમ્પ બનાવીને કમાણી કરે છે, અન્ય મહિલાઓને પણ ટ્રેનિંગ આપે છે

3 મહિનો પહેલા
  • નઝરાની ખાન હાલ મહીને 15 હજાર રૂપિયાની કમાણી કરે છે
  • તે પોતાની કમાણીમાંથી દર મહીને 2000 રૂપિયા માતાને અને 5000 રૂપિયા પિતાને આપે છે

ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર રાજ્યમાં ખજૂરી ગામમાં રહેતી નઝરાની ખાનની ઉંમર 20 વર્ષ છે. તે સાત ભાઈ-બહેનનાં પરિવારમાં રહે છે. સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ કર્યા પછી તેણે પોતાના બિઝનેસની શરુઆત કરી. તેના મહિનાની કમાણી 15 હજાર રૂપિયા છે. તેની સ્માર્ટ સોલર શોપમાં માત્ર સોલર લેમ્પ જ નથી મળતા પણ તેનું રિપેરિંગનું કામ પણ થાય છે. ચાર વર્ષ પહેલાં મહિલા સશક્તિકરણને સપોર્ટ કરવા સરકારની એક સ્કીમ હેઠળ નઝરાનીએ પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો. એક સમય હતો જ્યારે નઝરાની પાસે સાઈકલ ખરીદવાના રૂપિયા પણ નહોતા. હવે તેણે પોતાના રૂપિયામાંથી સ્કૂટર ખરીદ્યું છે. તે પોતાની કમાણીમાંથી દર મહીને 2000 રૂપિયા માતાને અને 5000 રૂપિયા પિતાને આપે છે.

ગરીબીમાં બાળપણ વિતાવનારી નઝરાની અનેક લોકો માટે પ્રેરણા બની ગઈ છે. પોતાના કામને લીધે તેને પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સાથે મળવાનો મોકો પણ મળ્યો. તેણે કહ્યું, મેં અને મારી જેમ આ કામ કરનારી મહિલા પૂનમે સ્કૂલના બાળકોને 100 રૂપિયામાં સોલર લેમ્પ આપવાની શરુઆત કરી હતી. આજે મારી દુકાન પર માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પણ ઝારખંડ અને મધ્યપ્રદેશથી પણ ઓર્ડર આવે છે.

નઝરાની સાથે કામ કરતી 23 વર્ષીય પૂનમની લાઈફ પણ આ કામને લીધે બદલાઈ ગઈ. પૂનમ 2 બાળકોની માતા છે. તેણે સોશિયોલોજીમાં પોસ્ટગ્રેજ્યુએટ કર્યું છે. પૂનમના માતા-પિતા છૂટક મજૂરી કરે છે. તેમણે દીકરીને ભણવા સ્કૂલ અને કોલેજ મોકલી ત્યારે બધા મજાક ઉડાવતા હતા. પૂનમને પણ ઘણા લોકોના ટોણા સાંભળવા પડતા હતા કે ભલે ગમે તેટલું ભણી લે પણ અંતે તો તેણે મજૂરીકામ જ કરવાનું છે. ગ્રેજ્યુએશન પછી પૂનમે 5 વર્ષમાં પોતાની અને પરિવારની જિંદગી બદલી દીધી. તેના માતા-પિતાને દીકરી પર ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...