રિસર્ચ:પ્રકૃતિના ખોળે રહી એક્સર્સાઈઝ અને ગાર્ડનિંગ કરવાથી મન ખુશ રહે છે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં આ વાત પુરવાર કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે ખુશખુશાલ રહેવા માગો હો તો કુદરતના ખોળે રહો. પ્રાકૃતિક જગ્યાએ ગાર્ડનિંગ અને એક્સર્સાઈઝ કરવાની બેચેની દૂર થાય છે. કુદરતના સાનિધ્યમાં રહેવાથી માનસિક સમસ્યામાંથી રાહત મળે છે. આ દાવો ઈંગ્લેન્ડની યોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરના રિસર્ચમાં કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે, પ્રકૃતિના સાનિધ્યમાં રહી એક્ટિવિટી કરવા પર માનસિક સ્વાસ્થ પર શું અસર થાય છે તેનાં પર રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં સામે આવ્યું કે 8થી 12 અઠવાડિયાં સુધી જો માણસ 20થી 90 મિનિટ પ્રકૃતિ સાથે પસાર કરે છે તો માનસિક રીતે તે સારું ફીલ કરે છે.

મેન્ટલ હેલ્થ માટે પ્રકૃતિનો સાથ જરૂરી

સંશોધક ડૉ. પીટર કોવેન્ટ્રી જણાવે છે કે, આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ સાથે સમય પસાર કરવા પર સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ આ વાત હવે રિસર્ચમાં સાબિત થઈ છે. ગ્રીનરીમાં ગાર્ડનિંગ, એક્સર્સાઈઝ સહિતની એક્ટિવિટી કરવાથી મન પ્રફુલ્લિત રહે છે.

ગ્રુપમાં વધારે ફાયદો મળે છે

સંશોધક પીટર જણાવે છે કે, આવી જગ્યાએ જો માણસ ગ્રુપ સાથે સમય પસાર કરે છે અને વિવિધ પોઝિટિવ એક્ટિવિટી કરે છે તો તેની મેન્ટલ હેલ્થ પર સારી અસર થાય છે.

પ્રકૃતિ સાથેનો સમય સારાં સ્વાસ્થ્યનું રોકાણ
રિસર્ચ પ્રમાણે, જે લોકો સ્વસ્થ રહેવા માગે છે તેમણે ચોક્કસ પ્રકૃતિ સાથે સમય પસાર કરવો જોઈએ. પ્રકૃતિ સાથેનો સમય એક પ્રકારનું રોકાણ જ છે તેના રિટર્નમાં તમને સારું સ્વાસ્થ્ય મળશે. રિસર્ચમાં પ્રકૃતિ સાથે સમય પસાર કરવાના ફાયદા તો જણાવવામાં આવ્યા પરંતુ આ આઉટડોર એક્ટિવિટીઝથી શરીરને કેટલો ફાયદો થાય છે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. સંશોધકોના જણાવ્યા પ્રમાણે રિસર્ચના આગામી સ્ટેજમાં તેનાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ફાયદા સમજવાની જરૂરિયાત છે.