• Gujarati News
  • Lifestyle
  • NASA's Third Attempt To Launch A Moon Mission, The Rocket Will Take Off At 11.34 Am On November 16.

શું ‘આર્ટેમિસ-1’ સફળતાપૂર્વક લોન્ચ થશે?:નાસાનાં મૂન મિશનને લોન્ચ કરવાનો ત્રીજો પ્રયાસ, આ રોકેટ 16 નવેમ્બરની સવારે 11.34 કલાકે ઉડાન ભરશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગભગ દોઢ મહિના બાદ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પોતાનાં મૂન મિશન ‘આર્ટેમિસ-1’ને ફરીથી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ લોન્ચિંગ 16 નવેમ્બરનાં રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સવારે 11.34 થી બપોરે 1.34 વાગ્યા વચ્ચે થશે. નાસાનો આ ત્રીજો પ્રયાસ છે. આ પહેલાં 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે રોકેટ છોડવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ, ટેક્નિકલ ખામીને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી.

આર્ટેમિસ-1 એ મુખ્ય મિશન માટે ટેસ્ટિંગ ફ્લાઇટ છે, જેમાં કોઈ અવકાશયાત્રી મોકલવામાં આવશે નહીં
આર્ટેમિસ-1 એ મુખ્ય મિશન માટે ટેસ્ટિંગ ફ્લાઇટ છે, જેમાં કોઈ અવકાશયાત્રી મોકલવામાં આવશે નહીં

રવિવારે એક પ્રેસ બ્રીફિંગમાં, આર્ટેમિસ મિશન મેનેજર માઇક સરાફિને જણાવ્યું હતું કે ‘ફ્લોરિડામાં તાજેતરમાં આવેલા વાવાઝોડા નિકોલે અવકાશયાનનો એક ભાગ ખરાબ કરી દીધો છે. આ કારણે લિફ્ટ ઓફ સમયે સમસ્યા આવી શકે છે. તેથી અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી રહી છે. જો કોઈ કારણોસર 16 નવેમ્બરે રોકેટ લોન્ચ કરવામાં નહીં આવે તો નવી તારીખ 19 કે 25 નવેમ્બર હોઈ શકે છે.

શું છે આર્ટેમિસ-1નું મૂન મિશન?

અમેરિકા પોતાના મૂન મિશન આર્ટેમિસ દ્વારા 53 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર માનવીને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ-1 આ દિશામાં પહેલું પગલું છે. મુખ્ય મિશન માટે આ એક ટેસ્ટ ફ્લાઇટ છે, જેમાં કોઈ અવકાશયાત્રીને મોકલવામાં આવશે નહીં. આ ઉડાન સાથે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય એ જાણવાનું છે કે, અવકાશયાત્રીઓ માટે ચંદ્રની આસપાસ યોગ્ય સ્થિતિ છે કે નહીં તેમજ અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા બાદ કે નહીં પણ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી શકશે.

નાસાની સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સ્યુલ ચંદ્ર પર પહોંચશે. સામાન્ય રીતે અવકાશયાત્રીઓ ક્રૂ કેપ્સ્યુલમાં રહે છે પરંતુ, આ વખતે તે ખાલી રહેશે. આ મિશન 42 દિવસ 3 કલાક અને 20 મિનિટનું છે, ત્યારબાદ તે પૃથ્વી પર પરત ફરશે. આ સ્પેસક્રાફ્ટ કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરની મુસાફરી કરશે.

ત્રણ પોઈન્ટ્સમાં આખું આર્ટેમિસ મિશન સમજો...
1. યુનિવર્સિટી ઑફ કોલોરાડો બોલ્ડરના પ્રોફેસર અને વૈજ્ઞાનિક જેક બર્ન્સનું કહેવું છે કે આર્ટેમિસ-1નું રોકેટ ‘હેવી લિફ્ટ’ છે અને એમાં અત્યારસુધીના રોકેટ્સની સાપેક્ષમાં શક્તિશાળી એન્જિન લગાવવામાં આવ્યું છે. એ ચંદ્ર સુધી જશે, અમુક નાના સેટેલાઈટ્સને એની ઓર્બિટમાં (કક્ષા)માં છોડશે અને પછી તે પણ ઓર્બિટમાં ગોઠવાઈ જશે.

2. આ લોન્ચિંગના થોડા સમય પછી આર્ટેમિસ-2ને લોન્ચ કરવાનું આયોજન છે. એમાં અમુક અંતરિક્ષયાત્રીઓ પણ જશે, પણ એ ચંદ્ર પર પગ મૂકશે નહિ. તે ફક્ત ઓર્બિટમાં ફરીને પાછું આવશે, જોકે એનો સમયકાળ વધારે નહિ હોય.

3. એ પછી ફાઈનલ મિશનમાં આર્ટેમિસ-3ને મોકલવામાં આવશે. એમાં જનારા અંતરીક્ષયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઊતરશે. આ મિશનને 2050ની આસપાસ લોન્ચ કરવામાં આવશે. પહેલીવાર મહિલાઓ પણ હ્યુમન ચંદ્ર મિશનનો ભાગ બનશે. બર્ન્સના મત મુજબ પર્સન ઓફ કલર (શ્વેતથી અલગ પ્રજાતિનો વ્યક્તિ) પણ ક્રૂ-મેમ્બર હશે. બધા જ લોકો સાઉથ પોલમાં જઈને પાણી અને બરફની શોધ કરશે.

2012થી 2025 સુધીમાં આર્ટેમિસ મિશન પર $ 93 બિલિયન અથવા 7,434 બિલિયનનો ખર્ચ થશે
2012થી 2025 સુધીમાં આર્ટેમિસ મિશન પર $ 93 બિલિયન અથવા 7,434 બિલિયનનો ખર્ચ થશે

આર્ટેમિસ મિશનનો ખર્ચ કેટલો છે?
નાસા ઓફિસ ઓફ ઈન્સ્પેક્ટર જનરલના ઓડિટ મુજબ 2012થી 2025 સુધી આ પ્રોજેક્ટનો ખર્ચ $93 બિલિયન એટલે કે 7,434 અરબ રુપિયા થયો. તે જ સમયે, દરેક ફ્લાઇટનો ખર્ચ $4.1 બિલિયન એટલે કે 327 અરબ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં 37 બિલિયન ડોલર એટલે કે 2,949 બિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...