• Gujarati News
  • Lifestyle
  • NASA's Atlas V Rocket Flies To Discover Solar System Secrets, Stays In Space For 12 Years Under Lucy Mission

NASAનું મિશન:સૂર્યમંડળનાં રહસ્યો શોધવા માટે NASAના Atlas V રોકેટે ઉડાન ભરી, ‘લુસી’ મિશન હેઠળ 12 વર્ષ સુધી અંતરિક્ષમાં રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ સુધી ચાલનારા આ મિશન માટે 7360 કરોડ રૂપિયા ખર્ચાયા છે

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ શનિવારે લુસી મિશન લોન્ચ કર્યું છે. આ મિશનથી NASAના વૈજ્ઞાનિક ગુરુ ગ્રહમાં ટ્રોજન એસ્ટ્રોઈડની તપાસ કરશે. તેની તપાસ કરવા માટે NASAનાં ખાસ રોકેટ Atlas Vએ ઉડાન ભરી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે આ મિશનથી સૂર્યમંડળની અનેક અજાણી વાતો જાણી શકાશે. લુસી મિશનની કેવી રીતે શરૂઆત થઈ, શા માટે તેનું આવું નામ રખાયું આવો જાણીએ...

લુસી મિશનની શરૂઆત કેવી રીતે થઈ?
લુસી મિશન માટે શનિવારે સાંજે 3:4 વાગ્યે ફ્લોરિ઼ડાના કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી Atlas V રોકેટે ઉડાન ભરી છે. આ મિશન 12 વર્ષ સુધી ચાલશે. તેના માટે 7360 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ રોકેટ 7 ટ્રોજન એસ્ટ્રોઈડ પાસે પહોંચી તેના પર રિસર્ચ કરશે. આ અંતરિક્ષયાન ટ્રોજનના સમૂહ પાસે 2027-28 સુધી પહોંચશે.

શું છે આ મિશન?
NASAના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મિશનનાં માધ્યમથી ગુરુ ગ્રહની કક્ષામાં ઝુંડમાં રહેલાં એસ્ટ્રોઈડ્સ પર રિસર્ચ કરવામાં આવશે. આ એસ્ટ્રોઈડ્સને જ ટ્રોજન કહેવાય છે.

આ એસ્ટ્રોઈડ્સને સરળ ભાષામાં ઉલ્કાપિંડ કહેવાય છે. તે પત્થર કે ધાતુના ટુકડાથી બનેલા હોય છે. જ્યારે કોઈ ગ્રહ કે તારાનો કોઈ ભાગ તૂટી પડે છે તો તે ઉલ્કાપિંડ બની જાય છે. તે નાના પથ્થરથી લઈને ઘણા મીટર્સના લાંબા ટુકડા સુધીનું સ્વરૂપ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુરુ ગ્રહના નિર્માણ સમયે આ ટ્રોજન એસ્ટ્રોઈડ્સ અલગ થઈ ગયા હતા. આ એસ્ટ્રોઈડ્સની તપાસ કરી સૂર્ય મંડળની ઉત્પત્તિ વિશે મહત્ત્વની માહિતી અને રહસ્યો જાણી શકાશે. રિસર્ચમાં એ પણ જાણી શકાશે કે હાલના ગ્રહોની વર્તમાન સ્થિતિ પાછળનું કારણ શું છે.

આ ફોટો 16 ઓક્ટોબર, 2021નો છે, જ્યારે ફ્લોરિડાના કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી Atlas V રોકેટે ઉડાન ભરી હતી
આ ફોટો 16 ઓક્ટોબર, 2021નો છે, જ્યારે ફ્લોરિડાના કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી Atlas V રોકેટે ઉડાન ભરી હતી

આ કારણે લુસી નામ રખાયું
લુસી નામનું કનેક્શન 1974માં ઈથિયોપિયાના હદાનના એક મનુષ્યના કંકાળ સાથે છે. ઘણા ટાઈમ સુધી રિસર્ચ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તેને સૌથી જૂનું માનવ કંકાલ માની 'લુસી' નામ રાખ્યું હતું. આ નામ પર જ NASAના વૈજ્ઞાનિકોએ આ મિશનનું નામ લુસી રાખ્યું છે.

લુસી મિશનના પ્રમુખ સંશોધક હેલ લેવિસનનું કહેવું છે કે, ટ્રોજન એસ્ટ્રોઈડ્સ પોતાની કક્ષામાં 60 ડિગ્રી સુધી ગુરુની દિશામાં અથવા તેનાથી આગળ ચાલે છે. આ એસ્ટ્રોઈડ્સ ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્ય અને ગુરુ વચ્ચે પરિભ્રમણ કરે છે. મિશનનું લક્ષ્ય તેનો આકાર, સંરચના, તેની સપાટીની ખાસિયત અને તાપમાનની તપાસ કરવાનો છે.