ધરતી પર 'મંગળ યાત્રા':NASA ધરતી પરના 'મંગળ' પર 1 વર્ષ સુધી રહેવા માટે 4 લોકોને તક આપશે, જાણો અરજી કરવા માટેની શરતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળ ગ્રહ પર આવતા પડકારોનો સામનો કરવા માટે NASA એક સ્ટડી કરશે
  • તેના માટે જોન્સન સ્પેસ સેન્ટરમાં 'માર્સ ડુન આલ્ફા'માં 1 વર્ષ સુધી 4 યાત્રીકોને રખાશે

જો તમે 1 વર્ષ સુધી મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં રહેવા માગો છો તો તમારા માટે NASA તરફથી એક સારા સમાચાર છે. અમેરિકન સ્પેસ એજન્સી NASAએ આવા લોકો પાસેથી અરજી મગાવી છે. NASA 4 લોકોને મંગળ ગ્રહ જેવી જગ્યાએ રહેવાની તક આપશે. NASAનું કહેવું છે કે, મંગળ ગ્રહ પર આવતા પડકારોનો સામનો કરવા માટે તેઓ એક સ્ટડી કરવા માગે છે. તમામ યાત્રીકોને મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં જ રાખવામાં આવશે. આ તમામ લોકોને હ્યુસ્ટનમાં બનેલા જોન્સન સ્પેસ સેન્ટરમાં 'માર્સ ડુન આલ્ફા'માં રાખવામાં આવશે. આવો જાણીએ આ જગ્યાની ખાસિયત અને અહીંના પડકારો વિશે...

1700 સ્ક્વેર ફૂટમાં બનેલું 'માર્સ ડુન આલ્ફા'
NASA દ્વારા પસંદગી પામેલા 4 લોકોને હ્યુસ્ટનમાં બનેલા જોન્સન સ્પેસ સેન્ટરમાં રાખવામમાં આવશે. અહીં 3D પ્રિન્ટરથી 'માર્સ ડુન આલ્ફા' તૈયાર કરવામાં આવ્યું છે. તે 1700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. NASAના જણાવ્યા પ્રમાણે, પૃથ્વી પર બનેલા આ સેન્ટરમાં રહેતા લોકોને એ શારીરિક અને માનસિક પડકારોને સમજવા અને તેનો સામનો કરવામાં મદદ મળશે જે અંતરિક્ષ યાત્રી કરે છે.

1700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું 'માર્સ ડુન આલ્ફા', અહીં પસંદગી પામેલા 4 યાત્રીકોને રાખવામાં આવશે
1700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું 'માર્સ ડુન આલ્ફા', અહીં પસંદગી પામેલા 4 યાત્રીકોને રાખવામાં આવશે

આ પડકારોનો સામનો કરવો પડશે
મંગળ ગ્રહની જેમ તૈયાર કરવામાં આવેલાં 'માર્સ ડુન આલ્ફા'માં યાત્રીકોએ અનેક પડકારોનો સામનો કરવો પડશે. અહીં યાત્રીકોને સીમિત સુવિધા મળશે. કમ્યુનિકેશન પણ સમયસર નહિ થાય. આ સિવાય અહીં રહેલા ઉપકરણ ફેલ થઈ જવા જેવા પડકારોનો પણ સામનો કરવો પડશે. તેનાથી સમજી શકાશે કે અંતરિક્ષ યાત્રીકોએ મંગળ મિશન પર કેવા પ્રકારના શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. યાત્રીકોને અંતરિક્ષ યાત્રી જેવું જ રેડી ટુ ઈટ ભોજન મળશે.

અરજી કરવા માટેની શરતો

  • 30થી 35 વર્ષના નોન સ્મોકર અમેરિકન નાગરિક તેના માટે અરજી કરી શકે છે.
  • અરજદારની અંગ્રેજીમાં ફ્લુઅન્સી સાથે ફિઝિકલ ફિટનેસ પણ હોવી જરૂરી.
  • માન્યતા પ્રાપ્ત સંસ્થાથી એન્જિનિયરિંગ, મેથ્સ, ફિઝિકલ અથવા કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.