જેમ્સ વેબ ટેલિસ્કોપમાં ટેક્નિકલી ખરાબી:અંતરિક્ષમાં તસ્વીર લેતા ડિવાઇસમાં થઇ સમસ્યા, નાસાએ સમીક્ષા બોર્ડની રચના કરી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સૌથી શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના એક પાર્ટમાં ટેક્નિકલી ખરાબી થઇ છે. આ ડિવાઈસનું નામ મિડ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેંટ છે. ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલું આ ટેલિસ્કોપ ગત વર્ષે 25 ડિસેમ્બરના લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બાદથી આ ટેલિસ્કોપ વૈજ્ઞાનિકોને અંતરિક્ષ રહસ્ય જાણવામાં મદદ કરે છે. હવે આ ટેક્નિકલી સમસ્યાને સુધારવા માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ સમીક્ષા બોર્ડની રચના કરી છે.

આવો જાણીએ MIRI ઇન્સ્ટ્રુમેંટ શું છે?
MIRI ઇન્સ્ટ્રુમેન્ટ એક કેમેરા અને સ્પેક્ટ્રોગ્રાફ છે. જેની મદદથી જેમ્સ વેબ ટેલિસ્કોપ 5 થી 27 માઇક્રોમીટરની માઈક્રોમીટરની વેવલેન્થને જોવા માટે સક્ષમ છે. MIRI પાસે ચાર અવલોકન મોડ્સ છે. જેમાં ઇમેજિંગ, લો રિઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપી, મધ્યમ રિઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપી અને કોરોનોગ્રાફિક ઇમેજિંગનો સમાવેશ થાય છે.

ઇન્સ્ટ્રુમેંટમાં શું સમસ્યા થઇ છે?
નાસાના જણાવ્યા અનુસાર, MIRIની મિડિયમ રિઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપીમાં ટેકનિકલ ખામી આવી છે. 24 ઓગસ્ટના રોજ વિજ્ઞાન અવલોકન દરમિયાન સપોર્ટ કરતા એક મેકેનિઝમમાં ઘર્ષણ હોવાનું માહિતી મળી છે. આ મિકેનિઝમ એક પ્રકારનું પૈડું જ છે, જેના દ્વારા વૈજ્ઞાનિકો તેમના અવલોકનો દરમિયાન ટૂંકી, મધ્યમ અને લાંબી તરંગલંબાઇ પસંદ કરી શકે છે.

આ સમસ્યા વિશે જાણકારી મેળવ્યા બાદ વૈજ્ઞાનિકોએ સમાધાન માટે 6 સપ્ટેમ્બરના રોજ સમીક્ષા બોર્ડની રચના કરી હતી. જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંશોધકો ટેલિસ્કોપમાં મધ્યમ રિઝોલ્યુશન સ્પેક્ટ્રોસ્કોપી મોડનો ઉપયોગ કરી શકશે નહીં. જો કે, અન્ય તમામ અવલોકન મોડ્સ પહેલાની જેમ કામ કરી રહ્યા છે.

આ પહેલાં પણ આવી છે સમસ્યા
આ પહેલીવાર નથી જ્યારે 1,000 કરોડ રૂપિયાના જેમ્સ વેબ ટેલિસ્કોપમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ વર્ષે મે મહિનામાં અવકાશમાં 19 નાના પથ્થરોએ ટેલિસ્કોપના 18 મિરર્સમાંથી એકને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, તે પછી પણ, ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલા અવકાશના આશ્ચર્યજનક ચિત્રોની ગુણવત્તા અપેક્ષા કરતા વધુ સારી છે.