હવામાં ઊડતી કાર:નાસાએ ઇલેક્ટ્રિક એર ટેક્સીનું ટ્રાયલ શરૂ કર્યું, 90 ડિગ્રી પર લેન્ડ અને ટેક-ઓફ કરે છે, વર્ષ 2024 સુધીમાં લોન્ચ થવાની શક્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસા કંપની eVTOLનું ટેસ્ટિંગ કેલિફોર્નિયામાં કરી રહી છે
  • ટેસ્ટિંગમાં સફળતા મળ્યા પછી અમુક વર્ષોમાં એર ટેક્સીની સુવિધા સમગ્ર દેશને મળશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસા હાલ ઇલેક્ટ્રિક એર ટેક્સીનું ટેસ્ટિંગ કરી રહી છે. આ 90 ડિગ્રી પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. ટેક્સીને જૉબી એવિએશને રેડી કરી છે અને તેને eVTOL નામ આપ્યું છે. વર્ષ 2024 સુધીમાં ટેક્સી લોન્ચ થઇ શકે છે. તેનો ઉપયોગ પેસેન્જર અને સામાનને એક શહેરમાંથી બીજા શહેરમાં લઇ જવા માટે કરવામાં આવશે. આ ટ્રાયલ 10 દિવસ સુધી ચાલશે. ટ્રાયલની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે અને 10 સપ્ટેમ્બરે ફાઇનલ ટ્રાયલ થશે.

કેલિફોર્નિયામાં ટ્રાયલ ચાલુ છે
નાસા કંપની eVTOLનું ટેસ્ટિંગ કેલિફોર્નિયામાં કરી રહી છે. આ ટેક્સીને નજીકના શહેરમાં ટ્રાવેલ કરવા માટે બનાવી છે. ટેસ્ટિંગ દરમિયાન તેનું પર્ફોમન્સ પણ જોવામાં આવશે. રિઝલ્ટ પરથી ભવિષ્યમાં તૈયાર થનારી એરટેક્સીનું મોડલિંગ અને સિમ્યુલેશન કરવામાં આવશે. ટ્રાયલ પછી ખબર પડશે કે એર ટેક્સીની સર્વિસ આપતી વખતે કયા-કયા નિયમોનું ધ્યાન રાખવું પડશે.

થોડા વર્ષોમાં એર ટેક્સીની સર્વિસ શરૂ થઇ જશે
નાસાના એડવાંસ્ડ એર મોબિલિટી કેમ્પેનના હેડ ડેવિડ હેકેનબર્ગે જણાવ્યું, વિમાન સેવાઓને ભવિષ્યમાં વધારે સારી કેવી રીતે બનાવી શકાય તેના પર હાલ ટેસ્ટિંગ ચાલુ છે. ટેસ્ટિંગમાં સફળતા મળ્યા પછી અમુક વર્ષોમાં એર ટેક્સીની સુવિધા સમગ્ર દેશને મળશે. આ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આ ઇનોવેશન ઘણા બધા ચેન્જ લાવશે.

ધ્વનિ પ્રદૂષણની તપાસ થશે
eVTOL એરક્રાફ્ટ ટેક-ઓફ કરતી વખતે કેટલો ઘોંઘાટ કરે છે, તેનું ટેસ્ટિંગ હાલ ચાલુ છે. આ માટે એરક્રાફ્ટમાં 50થી વધારે માઈક્રોફોન મૂક્યા છે. તેનાથી ખબર પડશે કે આ એર ટેક્સી કેટલું ધ્વનિ પ્રદૂષણ કરે છે.

10 વર્ષ સુધી પ્રોજેક્ટ પર કામ ચાલ્યું
જૉબી એવિએશનના CEO અને સંસ્થાપક જોબેન બીવર્ટે જણાવ્યું કે, અમે પ્રોજેક્ટ પર 10 વર્ષ સુધી કામ કર્યું છે. આ કાર આકાશમાં ઊડે છે. તેને બે શહેરોની વચ્ચે ઊડાવી શકાશે. ટેસ્ટમાં સફળતા મળ્યા પછી સમગ્ર દેશમાં અમારી સેવાઓનો વિસ્તાર કરશો.