• Gujarati News
  • Lifestyle
  • Nand Threatens To Kill If He Finds Out About The Marriage Of An Impotent Young Man By Giving A Dowry Of Rs 10 Lakh.

'ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે':10 લાખનું દહેજ આપીને નપુંસક યુવક સાથે કર્યા લગ્ન, સુહાગરાતે ખબર પડી તો નણંદે મારી નાખવાની આપી ધમકી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતરપ્રદેશના શાહજહાંપુરમાં 10 લાખનું દહેજ આપીને નપુંસક સાથે લગ્ન કરવાની ઘટના સામે આવી છે, એક છોકરી સાથે છેતરપિંડી કરીને નપુંસક યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. આ ઘટના સુહાગરાતે સામે આવી હતી કે, વરરાજા તો નપુંસક છે. આ વાત જ્યારે સાસરીવાળાને કરી તો નારાજ નણંદે દુલ્હનને માર માર્યો હતો. આ બાદ દુલ્હન પક્ષ દ્વારા પતિ સહિત 7 લોકો સામે મારપીટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ધામધૂમથી કર્યા હતા લગ્ન
શાહજહાંપુરમાં રહેતી એક યુવતીના લગ્ન સત્યમ નામના છોકરા સાથે કરવામાં આવ્યા હતા. લગ્નમાં યુવતીના પક્ષ દ્વારા 10 લાખ રૂપિયા દહેજમાં આપવામાં આવ્યા હતા. આ સિવાય કપડાં અને ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં ખબર પડી કે, વરરાજો તો નપુંસક છે.

લગ્ન કરાવનાર વ્યક્તિએ કરી છેતરપિંડી
યુવતીના પરિવારજનોને યુવક નપુંસક છે તે અંગે કોઈ ખબર ન હતી. પરંતુ લગ્ન કરાવનારને આ અંગે જાણ હતી, પરંતુ યુવતીના પરિવારજનોને આ વાતની અજાણ રાખવામાં આવ્યા હતા.

યુવક અંગે ખબર પડી જતા જાનથી મારી નાખવાની આપી ધમકી
સુહાગ રાતે દુલ્હનને પતિ નપુંસક હોવાની ખબર પડતા જ સાસરીવાળાને આ અંગે પૂછ્યું તો કઇ વાત કરી ન હતી અને મોઢું બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાદ નણંદે નવી-નવેલી ભાભીને માર મારી અને કોઈને કઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આ મામલે શરૂ કરી તપાસ
પીડિતાએ આ મામલે વરરાજા અને નણંદ સહિત 7 લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. પોલિસ અધિક્ષક સંજીવ વાજપેયીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુું કે, અમને આ ફરિયાદ મળી છે, તપાસ કરી રહ્યા છીએ.