• Gujarati News
  • Lifestyle
  • Nagpur's 'Golden Baba' Made A Gold Mask At A Cost Of Rs 5 Lakh, Wears 2 Kg Of Gold Every Day

મૂલ્યવાન માસ્ક:નાગપુરનાં ‘ગોલ્ડન બાબા’એ 5 લાખ રૂપિયા ખર્ચી સોનાનું માસ્ક બનાવડાવ્યું, રોજ 2 કિલો સોનું પહેરીને ફરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોજે સોનાનાં માસ્કને ‘શિવ શરણ’ નામ આપ્યું છે
  • પોતાનું અને સોનાનું ધ્યાન રાખવા મનોજે બે બોડીગાર્ડ રાખ્યા છે

કોરોનાવાઇરસથી બચવા લોકો ફેસ માસ્ક ફરજિયાત પહેરી રહ્યા છે. પુણેની વ્યક્તિ પછી હવે કાનપુરમાં રહેતા અને ‘ઉત્તર પ્રદેશના બપ્પી લહરી’ તરીકે ઓળખાતા મનોજ સેંગરે 5 લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન માસ્ક બનાવડાવ્યું છે. આ મોંઘા માસ્કને લીધે મનોજ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મનોજે સોનાનાં માસ્કને ‘શિવ શરણ’ નામ આપ્યું
તેણે કહ્યું, માસ્કમાં સેનિટાઈઝર સોલ્યુશન છે અને તે 36 મહિના સુધી કામ કરશે. મનોજને પણ બપ્પી લહરીની જેમ સોનાની વસ્તુઓ ખરીદવાનો અને પહેરવાનો ઘણો શોખ છે. આજની તારીખમાં પણ તે 250 ગ્રામ વજનની ચાર સોનાની ચેન પહેરે છે.

માસ્ક ઉપરાંત મનોજ પાસે હનુમાનનું લોકેટ અને માછલી પણ સોનામાંથી બનાવેલી છે. તે રોજ 2 કિલો સોનું પહેરીને બહાર ફરે છે. મનોજના આવા શોખને લીધે કાનપુરવાસીઓએ તેનું નામ ગોલ્ડન બાબા પાડ્યું છે.

ગોલ્ડન બાબાએ કહ્યું, સોનાને લીધે હું ચર્ચામાં પણ આવું છું અને ઘણીવાર મને ધમકીઓ પણ મળે છે. હું દર વખતે સાવચેત રહું છું. મારું ધ્યાન રાખવા માટે મેં બે બોડીગાર્ડ રાખ્યા છે.

3 લાખ રૂપિયાનું અન્ય એક સોનાનું માસ્ક
મૂળ પુણેના શંકર કુરાડેએ સોનાનું માસ્ક બનાવડાવ્યું હતું. આ માસ્ક અંદાજે 5 તોલાનું હતું અને તેની કિંમત 3 લાખ રૂપિયા હતી. સોનાના આ માસ્કમાં બારીક છીદ્ર રાખવામાં આવ્યા હતા. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના પડે. શંકર કુરાડેને સોનું પહેરવાનો ગજબનો શોખ છે. તેમના શરીર પર જ્યાં જુઓ ત્યાં સોનું જ સોનું જોવા મળે છે.શંકર લગભગ 3 કિલોનું સોનું પહેરે છે. તેમના આ શોખને કારણે જ તેઓ અવારનવાર સમાચારમાં છવાયેલા રહે છે. કોરોનાકાળમાં સોનાનું માસ્ક બનાવડાવીને શંકર કુરાડે ફરીવાર ચર્ચામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...