• Gujarati News
  • Lifestyle
  • Nadia Afghan Feared 2 Miscarriages, 3 Treatments Failing Pregnancy, Said. It's My Choice Not To Have A Baby

પાકિસ્તાની એક્ટ્રેસનું છલકાયું દુઃખ:નાદિયા અફઘાનને 2 મિસકેરેજ, 3 ટ્રીટમેન્ટ ફેલ થતા પ્રેગ્નન્સીથી ડરી, કહ્યું કે. બાળક ન કરવું તે મારી મરજી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની એકટ્રેસ નાદિયા અફઘાને જણાવ્યુ હતું કે તે માતા બનવા માંગતી નથી. જે બાદ તે અને તેના પતિને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા હતા. પરંતુ હવે એકટ્રેસે માતા ન બનવા પાછળની દર્દનાક કહાની સંભળાવી છે. નાદિયાએ જણાવ્યું હતુ્ં કે, બે વખત ગર્ભપાત થઈ ચૂક્યો છે. આ સિવાય ત્રણ વખત તેણે IUI ટેકનિક દ્વારા માતા બનવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. જે બાદ તેણે માતા બનવાનો ઈરાદો છોડી દીધો હતો.

અગાઉ કહ્યું હતું - દુનિયા સુરક્ષિત જગ્યા નથી
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ નાદિયા અફઘાને પહેલીવાર મિસકેરેજ વિશે વાત કરી છે. અત્યાર સુધી તેણે આ વિશે ખુલીને કશું કહ્યું ન હતું. જે ઈન્ટરવ્યુને લઈને વિવાદ શરૂ થયો હતો તેમાં તેણે કહ્યું હતું કે 'આ દુનિયા સુરક્ષિત જગ્યા નથી'. તેથી મેં અને મારા પતિએ સંતાન ન કરવાનો નિર્ણય છે.'

15 વર્ષ પહેલા થયા હતા નાદિયાના લગ્ન
પાકિસ્તાનની ટોપ એકટ્રેસ પૈકી એક અભિનેત્રીઓમાંની એક નાદિયા અફઘાનનાં લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતાં. નાદિયાએ પાકિસ્તાનમાં મંટો, ડાર્લિંગ, સુનો ચંદા, ફેમિલી ફ્રન્ટ જેવી ઘણી હિટ ફિલ્મો અને શોમાં કામ કર્યુ છે. તેણે એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખીને પોતાની વાત કહી હતી. નાદિયાએ લખ્યું હતું કે 'મારા પતિ અને હું એક બાળક ઈચ્છતા હતા. પરંતુ અલ્લાહને કંઈક બીજું જ મંજૂર હતું.'

નાદિયાના આ ઇન્ટરવ્યુ પછી લોકોએ તેના અને તેના પતિ પર અભદ્ર કમેન્ટ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે નાદિયાએ તેની પાછળનું સત્ય જણાવ્યું તો લોકોને અફસોસ થયો હતો. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની અગાઉની કમેન્ટ માટે દુઃખ વ્યક્ત કર્યું છે.