તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 'My Hen Has Constipation Issues, Taking It To Vet': Karnataka Man's Reason For Violating Lockdown

કર્ણાટક:લોકડાઉનમાં ઘરમાંથી બહાર આવવા વ્યક્તિએ તેના મરઘાને કબજિયાતની સમસ્યા હોવાનું પોલીસને કારણ આપ્યું, અધિકારીએ હસતાં હસતાં કહ્યું ભાઈ તું ઘરે જા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટકના ગડગ જિલ્લાની આ ઘટના છે. વ્યક્તિ લોકડાઉનમાં તેના મરઘાને હથિયાર બનાવી બહાર નીકળ્યો હતો
  • વેટરનિટી હોસ્પિટલમાં મરઘાની કબજિયાતની સારવાર માટે બહાર નીકળેલા વ્યક્તિનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે

કોરોનાવાઈરસને કારણે હજુ પણ કેટલાક રાજ્યોમાં લોકડાઉન યથાવત છે. કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રશાસનની રોક લાગી છે, પંરતુ ઘરની બહાર લટાર મારવા લોકો અવનવા બહાના શોધી રહ્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કર્ણાટકમાં એક વ્યક્તિએ તેના મરઘાને કબજિયાત થવાની સમસ્યા થઈ હોવાથી તે બહાર નીકળ્યો તેવું કારણ જણાવ્યું.

કર્ણાટકમાં આ વ્યક્તિ લોકડાઉનના નિયમોનો ભંગ કરતો માલુમ થતાં જ પોલીસે તેનો રોક્યો. તો તેણે તેના હાથમા રહેલા મરઘાને બહાર કાઢી કહ્યું કે તે તો મરધાને વેટરનિટી હોસ્પિટલ લઈ જવા માટે બહાર આવ્યો છે. મરઘાને કબજિયાતની સમસ્યા છે. આવું કારણ આપતાં પોલીસ અધિકારીઓ પણ પોતાનું હાસ્ય છૂપાવી ન શક્યા અને તેને ઘરે મોકલી દીધો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર આ માણસની યુનિકનેસને સલામ કરી રહ્યા છે તો કેટલાક યુઝરને વ્યક્તિ સાચુ બોલી રહ્યો હોય તેવું લાગે છે.

લોકડાઉનમાં આવા હટકે કારણો સાથે ઘરની બહાર નીકળી રહેલા અને વિચિત્ર કારણો માટે ઈ પાસ કઢાવતા લોકોના કિસ્સાઓ ખુબ વાઈરલ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ બિહારમાં ઈ પાસ માટેનું એક કારણ જબરદસ્ત ચર્ચાનું વિષય બન્યું હતું. એક વ્યક્તિએ એટલા માટે ઈ પાસ ઈશ્યુ કરાવ્યો હતો કારણ કે તેને ચહેરા પર ખીલની સારવાર કરાવવી હતી. IAS રાહુલ કુમારે આ ઈ પાસની અરજી શેર કરતા ઈન્ટરનેટ પર તેનો ફોટો વાઈરલ થયો હતો.