દુનિયાભરમાં સૌથી વધુ જો કોઈ સમસ્યા હોય તો એ પ્લાસ્ટિક વેસ્ટની છે. તો બીજી તરફ ઇલેક્ટ્રોનિક વેસ્ટની પણ છે. બંનેને એકબીજા સાથે સંબંધ છે. ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગમાં લેવામાં આવતી કોમ્પ્યુટર ચિપ્સ અને બેટરીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફરીથી રિસાઇકલ કરી શકાતી નથી, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકને બાયોડિગ્રેડેબલ મટીરિયલ્સમાં કેવી રીતે ફેરવી શકાય એનો ઉપાય શોધ્યો છે.
સાયન્સ એડવાન્સીસ જર્નલના એક પ્રકાશિત રિસર્ચમાં ઑસ્ટ્રિયામાં જોહાન્સ કેપ્લર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમની સ્કિનમાંથી ઇલેક્ટ્રોનિક સબસ્ટ્રેટ બનાવ્યું છે. સર્કિટના આધાર લેયરને સબસ્ટ્રેટ કહેવામાં આવે છે. જે ઇલેક્ટ્રિક્સિટી ટ્રાન્સફર કરતી ધાતુઓને ઠંડી અને ઇન્સ્યુલેટ કરે છે.
મશરૂમમાંથી બનાવવામાં આવ્યો સર્કિટનો બેઝ
ગેનોડર્મા લ્યુસિડમ મશરૂમ એ એક પ્રકારનું ફંગસ છે, જે યુરોપ અને પૂર્વ એશિયામાં સડેલાં વૃક્ષો પર ઊગે છે. અભ્યાસમાં સામેલ સંશોધકો ડોરિસ ડેનિન્જર અને રોલેન્ડ પ્રાકનરને આ પરથી જાણવા મળ્યું છે કે આ મશરૂમ એની સુરક્ષિત વિકાસ માટે રૂટ જેવા નેટવર્ક માયસેલિયમથી બનેલી ત્વચા બનાવે છે. વૈજ્ઞાનિકો આ ત્વચાને પ્લાસ્ટિકની જગ્યાએ સૂકવીને એનો ઉપયોગ કરવા માગતા હતા.
તો આ રિસર્ચમાં મશરૂમની સ્કિનને સુકાવવામાં આવી હતી. આ બાદ સંશોધકોએ જોયું હતું કે લવચીક અને સારું ઇન્સ્યુલેટર છે. એ ઇલેક્ટ્રિક સર્કિટમાં પણ બરાબર રીતે કામ કરે છે અને 200 °C સુધીના તાપમાનને સરળતાથી સહન કરે છે.
ઓછા ચાલતા ડિવાઇસમાં ચિપનો ઉપયોગ થશે
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર ચિપ્સ બનાવવામાં એ વૃક્ષોના મશરૂમ્સ ઉપયોગી થશે, જે સંપૂર્ણપણે નકામા થઈ જાય છે. અત્યારે એનાથી બનેલા સર્કિટને આવા ઈલેક્ટ્રોનિક ડિવાઇસમાં લગાવી શકાય છે, જે લાંબો સમય ટકતા નથી. એમા વિયરેબલ સેન્સર અને રેડિયો ટેગનો સમાવેશ થાય છે. મશરૂમની સ્કિનને કારણે રિસાઇકલ પણ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.