તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mumbai Man Left Stunned After Receiving Redmi Note 10 Instead Of The Mouthwash He Ordered

છેતરપિંડી:મુંબઈના યુવકે ઓનલાઈન માઉથવોશ ઓર્ડર કર્યું, કંપનીએ માઉથવોશને બદલે ‘રેડમી નોટ 10’ ફોન આપ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝરે કહ્યું, મને ફોન આપી દો, તમારા માટે માઉથવોશ હું ઓર્ડર કરી દઉં
  • લોકેશ ડાગા નામનાં યુઝરે એમેઝોનને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી

ઓનલાઇન શોપિંગમાં ઘણી બધીવાર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે. કસ્ટમર ઓર્ડર કંઇક બીજું કરે છે અને બદલામાં વસ્તુ કંઇક બીજી જ મળે છે. કોરોનાટાઈમમાં ઓનલાઈન શોપિંગ પણ વધી ગયું છે.

મુંબઈમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના સાથે થયેલી છેતરપિંડી જણાવી. લોકેશ ડાગાએ એમેઝોન પરથી કોલગેટ માઉથવોશ મગાવ્યું હતું, પણ તેને માઉથવોશને બદલે રેડમી નોટ 10 સ્માર્ટફોન મળ્યો. ઓર્ડરમાં થયેલા આટલા મોટા બ્લંડર પછી તેણે એમેઝોનને ટેગ કરીને પોસ્ટ કરી. લોકેશને જે પાર્સલ મળ્યું તેની પર એડ્રેસ અને નામ પણ કોઈ બીજાનું હતું. 396 રૂપિયાના માઉથવોશની સામે તેને એક નવો નક્કોર સ્માર્ટફોન મળ્યો. પ્રોડક્ટ રીટર્ન ના થતા તેણે કંપનીને રિક્વેસ્ટ કરી હતી.

લોકેશની પોસ્ટ જોઇને સોશિયલ મીડિયા યુઝર્સને નવાઈ લાગી છે. એક યુઝરે લખ્યું, માઉથવોશ ને બદલે ફોન? બીજા યુઝરે કહ્યું, તમે સજ્જન છો બાકી બીજા હોય તો સ્માર્ટફોન રાખી લે. અમને આશા છે કે તમને જલ્દી માઉથવોશ મળી જાય. અન્ય યુઝરે કહ્યું, તમે આ સ્માર્ટફોન મને આપી દો, હું તમારા માટે માઉથવોશ ઓર્ડર કરી દઈશ. તમે પણ ખુશ અને હું પણ ખુશ. બીજા યુઝરે કહ્યું, તમારી પ્રમાણિકતાએ અમારા સૌનું દિલ જીતી લીધું. પ્લીઝ એમેઝોન, આ ફોન તેમને પ્રમાણિકતા માટે ગિફ્ટમાં આપો.

છેતરપિંડીના ઢગલો કિસ્સા
જાન્યુઆરી મહિનામાં કોલકાતામાં એક ભાઈએ આઈફોન ઓર્ડર કર્યો હતો, પણ તેને પાર્સલમાં સાબુ મળ્યો. આઈફોનની જગ્યાએ સાબુ મળતા તેને જોરદાર ઝટકો લાગ્યો હતો.

ઈંગ્લેન્ડમાં ઓલિવિયા પાર્કિંસન નામની મહિલાએ ઓનલાઈન આઈફોન 12 પ્રો મેક્સ મંગાવ્યો હતો. આ મહિલાને શોક ત્યારે લાગ્યો જ્યારે આઈફોન 12 પ્રો મેક્સના બોક્સમાં તૂટેલી ટાઈલ્સ મળી. મહિલાએ તેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતાં જ તે વાઈરલ થયો હતો. ઓનલાઈન છેતરામણીના આવા અનેક કેસ સામે આવતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...