મુંબઈની જૂહી પાહવાએ ‘બેટર બિંજ’ નામના હોમ કિચનની શરુઆત કરી. અહીં તે કસ્ટમર્સને વીગન અને ગ્લુટન ફ્રી કેક્સ, ડેઝર્ટ બનાવીને મોકલે છે. 31 વર્ષની જૂહી કહ્યું, બિઝનેસ શરુ કરતા પહેલાં મેં ત્રણ અલગ-અલગ નોકરી કરી. જૂહીએ મુંબઈની નરસી મોનજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં MBAની ડિગ્રી લીધી છે. જૂહીને પહેલેથી રેસ્ટોરાં ખોલવું હતું પરંતુ તેનું આ સપનું પૂરું ના થઈ શક્યું. એ પછી જૂહીએ કામ અને મહેનતથી સાબિત કર્યું કે, આત્મવિશ્વાસ મજબૂત હોય તો સપનાં સરળતાથી પૂરા થાય છે.
જૂહીએ હેલ્ધી કેક બનાવી
જૂહીના કસ્ટમરમાં મુંબઈના ઘણા સેલિબ્રિટી સામેલ છે જેમ કે કિઆરા અડવાણી, કેટરિના કૈફ, જેક્લીન ફર્નાન્ડિસ અને રાજકુમાર રાવ. લગ્નના એક વર્ષ પછી વર્ષ 2017માં જૂહીએ પ્રથમવાર કેક બેક કરી. તેના પતિના દાદાને ગળ્યું ખાવાનો શોખ હતો પરંતુ તેઓ રિફાઈન્ડ કાર્બ્સ અને સુગરનું ધ્યાન રાખતા હતા. આથી જૂહીએ હેલ્ધી કેક બનાવવાનું શરુ કર્યું.
વર્ષ 2018માં કેક બનાવવાનું શરુ કર્યું
જૂહીએ સોશિયલ મીડિયાની મદદથી ભોજનમાં હેલ્ધી ઓપ્શન જેમ કે ખાંડની જગ્યાએ ગોળ, લોટને બદલે જુવારનો લોટ વાપરવાનું શરુ કર્યું. એ પછી જૂહીએ આશરે 4 મહિના સુધી પોતાના સામાનનું બ્રાંડિંગ, ડિઝાઈનિંગ, લોગો અને પેકેજીંગ વિશે રિસર્ચ કર્યું. વર્ષ 2018માં જૂહીએ પોતાના કામની શરુઆત કરી ત્યારે કીટો ડાયટનો ટ્રેન્ડ હતો. ત્યારે તેણે કીટોજેનિક ડાયટ બનાવવાનું શરુ કર્યું.
જૂહીએ કામ શરુ કર્યાને એક જ મહિનો થયો હતો ત્યાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તેની કેક ટેસ્ટ કરો. સ્વરાને જૂહીની કેક ઘણી ગમી એ પછી અન્ય સેલેબ્સ પણ જૂહીના કસ્ટમર બન્યા અને તેમના સુધી કેક અને ડેઝર્ટ પહોંચવા લાગ્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.