બ્રેકઅપનો બદલો:નશામાં ધૂત 29 વર્ષીય મહિલાએ એક્સ બોયફ્રેન્ડના ઘરે જઈને તોડફોડ કરી, અઢી લાખ રૂપિયાનું નુકસાન કર્યા પછી બોલી, ‘મને પસ્તાવો થાય છે’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોરેન અને જેમ્સ 18 મહિના પહેલાં છૂટા પડ્યા હતાં
  • બ્રેકઅપ પછી બંને દીકરીઓ જેમ્સ સાથે રહે છે

રિલેશનશિપમાંથી અલગ થવાનું દુઃખ ઘણા કપલ પચાવી શકતા નથી. બ્રેકઅપ પછી ઘણા કપલ ના કરવાના કાંડ કરી બેસે છે. ઇંગ્લેન્ડના લિવરપુલ શહેરમાં નશામાં ધૂત 29 વર્ષીય મહિલાએ તેના એક્સ બોયફ્રેન્ડના ઘરે જઈને તોડફોડ કરી હતી. અડધી રાત્રે ચોરની જેમ ગયેલી લોરેન બ્લેનીએ તેના એક્સ પાર્ટનર જેમ્સ કેમ્પબેલનું અઢી લાખ રૂપિયાનું નુકસાન કર્યું.

બારીના કાચ, ટીવી સેટ્સ અને ગિટારના ભૂક્કા બોલાવી દીધા
લોરેન સાથે તેનો બોયફ્રેન્ડ પણ હતો જે તેને બારીના કાચ તોડવામાં મદદ કરી રહ્યો હતો. વધારે પડતા દારૂ પીધા પછી લોરેનને કઈ ભાન ના રહ્યું અને તેણે પૂર્વ પ્રેમીના ઘરે બારીનો કાચ, ટીવી સેટ્સ અને ગિટાર તોડ્યું હતું. પોલીસ આવી ત્યાં સુધી લોરેને તોડફોડ કરવાનું ચાલુ રાખ્યું હતું.

જેમ્સ પાસે બંને દીકરીઓ રહે છે
48 વર્ષીય જેમ્સ કેમ્પબેલના ઘરે આ બધી તોડફોડ ચાલતી હતી ત્યારે તે બહાર ગયો હતો. જેમ્સ અને લોરેન 18 મહિના પહેલાં એકબીજાથી અલગ થયા. છૂટા પડ્યા પછી બંને દીકરીઓ જેમ્સ સાથે રહેતી હતી.

જેમ્સ અને લોરેન 18 મહિના પહેલાં અલગ થયા હતાં
જેમ્સે કહ્યું, મને હજુ ખબર નથી પડતી કે લોરેને આ બધું કેમ કર્યું? અમે બંને અલગ થયા એને 18 મહિના થઈ ગયા છે. તેના આ પરાક્રમ પછી મને મારી દીકરીનું ટેંશન થાય છે. આ ઘટનાએ મને ડરાવી દીધો છે. મારા ઘરમાં ઘણું બધું નુકસાન પણ થયું છે.

‘મને પસ્તાવો થઈ રહ્યો છે’
​​​​​​​બીજી બાજુ લોરેને કહ્યું કે, મેં વધારે ડ્રિન્ક કર્યું હતું. હું શું કરી રહી હતી તેનું કોઈ ભાન નહોતું. મારા બાળકોની કસ્ટડી એક્સ પાર્ટનરને મળતા હું ગુસ્સે હતી અને મેં તેના ઘરને નુકસાન કરવાનું વિચાર્યું. જો કે, મારે આવું ના કરવું જોઈએ, હાલ મને પસ્તાવો થઈ રહ્યો છે.

ડ્રગ્સ અને આલ્કોહોલની ઝાળમાં ફસાઈ
​​​​​​​લોરેને તેના પૂર્વ પ્રેમીના ફેવરિટ ગિટારના કટકા કરી દીધા હતાં. આની પહેલાં લોરેનના નામે 13 ગના નોંધાઈ ચૂક્યા છે. ડ્રગ્સ અને આલ્કોહોલની ઝાળમાં ફસાઈ ગયેલી લોરેનની ટ્રીટમેન્ટ ચાલુ છે. તેને આશા છે કે, તે ખરાબ આદતો છોડી દેશે અને વર્ષ 2022માં તેને બાળકોની કસ્ટડી મળી જશે.