તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mulching Is An Effective Way To Retain Moisture In The Home Garden, For This Use Organic Matter Like Dry Leaves, Bark, Dry Grass, Dung Manure

હોમ ગાર્ડનિંગ:હોમ ગાર્ડનમાં ભીનાશ જાળવી રાખવાનો અસરદાર ઉપાય ‘મલ્ચિંગ’, તેના માટે સૂકા પાન, છાલ, સૂકું ઘાસ, છાણનું ખાતર જેવા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું સંરક્ષણ અને હરિયાળી રાખવા માટે માટીનું મલ્ચિંગ એક સારો ઉપાય છે
  • ક્યારા અને કૂંડાની માટીને કાર્બનિક કે પછી અકાર્બનિક પદાર્થોથી ઢાંકવું જેથી પાણીનું બાષ્પીભવન ના થાય

આ વખતે ચોમાસું વહેલું આવી ગયું છે. આ સીઝનમાં તમારા ઘરના બગીચાનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કારણકે ઘણી વાર મોન્સૂનમાં ઘણા દિવસો સુધી વાદળો રહે છે અને આકરો તડકો હોય છે. આ દરમિયાન ભેજ ન હોય તો ઘણા છોડ પર ખરાબ અસર પડે છે. હોમ ગાર્ડનમાં હાલ ભેજની જરૂર હોય કે ના હોય ભેજ કાયમી જાળવી રાખવા માટે મલ્ચિંગ કરવું જરૂરી છે. તેના અન્ય પણ ઘણા ફાયદાઓ છે.

શું છે મલ્ચિંગ?
પાણીનું સંરક્ષણ અને હરિયાળી રાખવા માટે માટીનું મલ્ચિંગ એક સારો ઉપાય છે. મલ્ચિંગનો અર્થ છે, ક્યારા અને કૂંડાની માટીને કાર્બનિક કે પછી અકાર્બનિક પદાર્થોથી ઢાંકવું જેથી પાણીનું બાષ્પીભવન ના થાય અને માટીમાં ભીનાશ રહે. મલ્ચિંગ માટે સૂકાં પાન, છાલ, સૂકું ઘાસ, છાણ કે પછી ખાતર જેવા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરી શકાય છે.

મલ્ચિંગનાં લાભ શું છે?
વરસાદની સીઝનમાં ભીનાશ જાળવવાની જરૂર તો ઓછી પડે છે પણ મલ્ચિંગનો ઉપયોગ માત્ર ભેજ જાળવી રાખવા માટે જ પૂરતો નથી. આ આખા બગીચાને સ્વસ્થ રાખે છે. મલ્ચિંગ માટીમાં પોષણ ઉમેરવા અને માટીના કન્ડીશનિંગમાં પણ યોગદાન આપે છે. વરસાદની સીઝનમાં ધોવાણ વધારે થાય છે. મલ્ચિંગ તે પણ કંટ્રોલ કરે છે. મલ્ચિંગથી માટીને પોષણ મળતું રહે છે. ગરમીની સીઝન હોય કે પછી વરસાદની ગાર્ડન માટે મલ્ચિંગ જરૂરી છે.

ડ્રિપ ઈરિગેશન સૌથી ઉપયોગી
દેશમાં જૂન મહિનામાં વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમુક અઠવાડિયાં દરમિયાન પાણીની જરૂરિયાત એકદમ વધી શકે છે. આ દરમિયાન તમારું ગાર્ડન મોટું હોય અને ગરમી કે પછી સીઝનમાં પાણીની અછત હોય તો પાઈપથી ખુલ્લું પાણી આપવાને બદલે ક્યારામાં ડ્રિપ ઇરિગેશનનો ઉપયોગ કરો. ડ્રિપ ઇરિગેશનથી પાણી ડાયરેક્ટ મૂળને જ મળે છે અને ક્યારાની માટી ભીની રહે તેની જરૂર પડતી નથી. ડ્રિપ ઇરિગેશનનાં માધ્યમથી પાણીની 40% બચત કરી શકાય છે. હાલ ડ્રિપ ઇરિગેશનનાં સાધનો ઓનલાઈન પણ ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...