• Gujarati News
  • Lifestyle
  • Mrs. World 2022: Navdeep Kaur, Mother Of One Daughter Will Represent India, Will Compete With Beauties From 80 Countries

મિસિસ વર્લ્ડ 2022:એક દીકરીની માતા નવદીપ કૌર ભારતનું પ્રતિનિધિત્વ કરશે, 80 દેશની સુંદરીઓને આપશે ટક્કર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવદીપ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે. હાલ તે પર્સનાલિટી ડેવલપમેન્ટ કોચનું કામ કરે છે
  • નવદીપ બાળપણથી જ દેશને એક ઈન્ટરનેશનલ લેવલે નવી ઓળખ અપાવવા ઈચ્છતી હતી

15 જાન્યુઆરીએ અમેરિકાના લાસ વેગસમાં થનારા મિસિસ વર્લ્ડ 2022 કોમ્પિટિશનમાં નવદીપ કૌર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નવદીપ મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2020-21ની વિજેતા રહી ચૂકી છે. ઓડિશાના સ્ટીલ હબમાં જન્મેલી અને મોટી થયેલી નવદીપે બિઝનેસ એડિમિનિસ્ટ્રેશનમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરેલી છે. નવદીપ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે. નવદીપ કૌર હંમેશાં મહિલાઓને પ્રેરિત કરવાના અને દેશને એક આંતરરાષ્ટ્રીય મંચ પર ખ્યાતિ અપાવવાના સપનાં જોતી હતી. નવદીપ કેવી રીતે સફર પૂરી કરી આ મુકામે પહોંચી આવો જાણીએ....

પર્સનાલિટી ડેવલપમેન્ટ કોચ છે નવદીપ
નવદીપ કૌર 7 વર્ષથી લગ્નજીવન પસાર કરી રહી છે. તેને 5 વર્ષની એક દીકરી પણ છે. તે 6 વર્ષથી એજ્યુકેશન ક્ષેત્રમાં કામ કરી રહી છે. કોટક મહિન્દ્રા બેંકમાં અસિસ્ટન્ટ મેનેજર તરીકે તેણે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ HR અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન માટે એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ શરૂ કર્યું. હાલ નવદીપ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોચ છે.

દેશને ગૌરવ અપાવવા ઘણી મહેનત કરી

મિસિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યા બાદ નવદીપનું લક્ષ્ય મિસિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરવાનું છે. નવદીપ બાળપણથી જ દેશને એક ઈન્ટરનેશનલ લેવલે નવી ઓળખ અપાવવા ઈચ્છતી હતી. નવદીપે આ ટાઈટલ જીતવા ઘણી મહેનત કરી છે. તે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન લેડીઝ સર્કલ ઈન્ડિયા અને રાઉરકેલા સિટી લેડીઝ સર્કલ 172 સાથે સંકળાયેલી છે.

નવદીપ દુનિયાને રહેવા માટે એક સારી જગ્યા બનાવવા માગે છે. મિસિસ વર્લ્ડ પરિણીત મહિલાઓ માટેનું બ્યૂટી કોમ્પિટિશન છે. તેમાં 80 દેશની કન્ટેન્સ્ટન્ટ ભાગ લે છે.