તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુર્કી:બિલ્ડિંગમાં આગ લાગતાં માતાએ ચાર બાળકોને ત્રીજા માળેથી નીચે ફેંકી જીવ બચાવ્યો, સુપરવુમનનો વીડિયો વાઇરલ થયો

4 મહિનો પહેલા
  • 25 ફેબ્રુઆરીએ તુર્કીના ઈસ્તાંબુલમાં આ ઘટના ઘટી હતી
  • ત્રીજા માળે આગ લાગી હતી, માતાએ હિંમત કરીને ચાર બાળકોને એક પછી એક બારીમાંથી નીચે ફેંક્યા હતા

'મા તે મા, બીજા બધા વગડાના વા', માતાને દુનિયામાં સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે છે. તે કોઇપણ પરિસ્થિતિમાં બાળકોની સુરક્ષાનું ધ્યાન સૌથી પહેલાં રાખે છે. આવો જ એક કિસ્સો તુર્કીના ઈસ્તાંબુલનો સામે આવ્યો છે. 25 ફેબ્રુઆરીએ અહીંના એસેન્લર વિસ્તારમાં એક બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર આગ લાગી ગઇ હતી. ત્યારે તે ઘરમાં રહેતી માતાએ સુપરવુમનનો અવતાર લઇને બાળકોને બચાવવાનો નિર્ણય કર્યો. માતાએ હિંમત બતાવીને પોતાના ચાર બાળકોને એક પછી એક ઘરની બારીમાંથી નીચે ફેંક્યાં હતાં. નીચે ઊભેલાં લોકોએ ધાબળાની મદદ લઇને બાળકોને બચાવી લીધા હતાં. ધીમે-ધીમે આ ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. લોકો આ માતાના વખાણ કરી રહ્યા છે અને તેમને સુપરવુમનનો દરજ્જો આપી રહ્યા છે.

બિલ્ડિંગની નીચે ધાબળો લઇને ઊભેલા લોકોએ બાળકોનો જીવ બચાવ્યો હતો
બિલ્ડિંગની નીચે ધાબળો લઇને ઊભેલા લોકોએ બાળકોનો જીવ બચાવ્યો હતો

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે જેમાં યૂઝર્સ માતાની હિંમતને સલામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાળકોની ઉંમર 3 થી 8 વર્ષની વચ્ચે હતી અને માતા આ બાળકો સાથે ઘરમાં એકલી હતી. માતાએ હિંમત કરીને એક-એક કરીને બાળકોને ઘરની બારીમાંથી નીચે ધાબળો લઇને ઊભેલાં લોકો તરફ ફેંક્યાં હતાં. તે પછી બાળકોને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ દ્વારા મળેલી માહિતી પ્રમાણે બાળકોની તબિયત સારી છે. બીજી બાજુ ઘરમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

હોસ્પિટલ દ્વારા મળેલી માહિતી પ્રમાણે બાળકોની તબિયત સારી છે
હોસ્પિટલ દ્વારા મળેલી માહિતી પ્રમાણે બાળકોની તબિયત સારી છે

પાડોસીઓના જણાવ્યા પ્રમાણે ત્રીજા માળથી આગનો કાળો ધૂમાડો બહાર આવી રહ્યો હતો અને બારીમાં બાળકો બૂમો પાડી રહેલાં જોવા મળી રહ્યા હતાં. ત્યારે માતાએ બાળકોને એક પછી એક નીચે ફેંક્યા અને પાડોસીઓએ જ ધાબળામાં બાળકોને પકડી લીધા હતાં.

બીજી બાજુ આગમા ફસાયેલી તે માતાનું શું થયું, આ જિજ્ઞાસા અને ચિંતા વીડિયો જોયા પછી યૂઝર્સને થઇ રહી હતી. લોકોએ કમેન્ટ્સમા પૂછ્યું કે માતા જીવિત રહી કે નહીં. કેમ કે, જે પ્રકારે ઘરમાં આગ ફેલાયેલી હતી અને ઘરમાંથી બહાર આવવાના રસ્તાઓ બંધ હતાં, માતાના બચવાના અણસાર ઓછા જોવા મળી રહ્યા હતાં. પરંતુ લોકો આશા રાખી રહ્યા છે કે તે યુવતીએ પોતાના બચાવનો રસ્તો પણ શોધી જ લીધો હશે.

અન્ય સમાચારો પણ છે...