આજકાલ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય, તરત જ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા મેટ્રોમાં નાની બાળકીને ખોળામાં લઈને સીટ પર બેસવાની બદલે નીચે બેઠી છે. આમ છતાં પણ કોઈ મુસાફરે માનવતા દાખવી ન હતી. આ વીડિયો જોઈને યુઝર્સનો રોષ ભભૂક્યો છે. IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ઓફિશિયલ ટ્વિટર પરથી આ વીડિયો શેર કર્યો છે. ઓફિસરે આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ' જો તમારા વ્યવહારમાં કોઈ ફર્ક જોવા ન મળે તો તમારી ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે.' યુઝર્સે વીડિયોના પક્ષમાં અને અપક્ષમાં કમેન્ટ કરી હતી.'
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, આજની પેઢી પાસેથી સારો વ્યવહાર, પરોપકાર અને અનુસાશનની અપેક્ષા ન કરો તો જ સારું રહેશે. માનવતા મરી ચુકી છે. તો અન્ય એક યુઝરે વીડિયોની તરફેણ કરતા લખ્યું હતું કે, શક્ય છે કે આ માતાને બાળકને ખોળામાં સુવડાવવા માટે નીચે બેસવાનું યોગ્ય લાગ્યું હોય. વાસ્તવિકતા જાણ્યા વિના તમારી આસપાસના લોકોની ડિગ્રી પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
અન્ય એક યુઝરે પણ વિડિયો બનાવનાર પર પ્રહારો કરતા લખ્યું હતું કે, અરે હા, તે જોઈને ખૂબ જ દુઃખ થયું, તે ખરેખર બેશરમ છે. વીડિયો બનાવીને ટ્વિટર-ટ્વિટર રમવું જરૂરી છે. પોતાની જગ્યા આપતા પહેલાં વીડિયો બનાવશે. કોમેન્ટના જવાબમાં @Vickypramodji નામના યુઝરે લખ્યું- વીડિયો મેકર વીડિયો જોવાના આધારે ઉભા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.