તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mother Shaved Her Hair To Support Her Daughter, Who Is Fighting A Battle Against Cancer, The User Saluted This Mother's Spirit On Social Media

અસલી હીરો મા છે:કેન્સર સામે જંગ લડી રહેલી દીકરીનો સાથ આપવા માતાએ પણ પોતાના વાળ શેવ કર્યા, યુઝર્સે વખાણનો ઢગલો કર્યો

5 મહિનો પહેલા

કેન્સર સામે લડી રહેલી દીકરીને સાથ આપવા માટે માતાએ પણ પોતાના વાળ કાપ્યા. સોશિયલ મીડિયામાં મા-દીકરીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક માતા તેમની દીકરીના વાળ શેવ કરી રહી છે. દીકરીને કેન્સર હોવાને લીધે વાળ ખરી ગયા હતા. દીકરી પોતાને જોઇને ઉદાસ ના થાય આથી માતાએ પણ તેમના વાળ શેવ કર્યા. માતાને શેવ કરતા જોઇને દીકરી લુસિયાના રિબેલો રડી પડી હતી.

અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર રેક્સચેપમેને સોશિયલ મીડિયા પર આ ભાવુક વીડિયો શેર કર્યો છે. તેને અત્યાર સુધી 2.2 મિલિયન વ્યૂઝ અને 68 હજાર લાઈક્સ મળી ચૂકી છે. એક યુઝરે લખ્યું, માતાનાં પ્રેમથી ચડિયાતું આ દુનિયામાં બીજું કઈ નથી. યુઝર્સ આ વીડિયો જોઇને લુસિયાના જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...