ઈંગ્લેન્ડ:માતાને લાગ્યું તેનાં બાળકનાં તાળવામાં કાળું પડ્યું છે, હોસ્પિટલ લઈ જતાં માલુમ પડ્યું તાળવે કાણું નહિ પરંતુ સ્ટિકર ચોંટ્યું હતું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની બેકી તેના દીકરા હાર્વેના તાળવા પર ઘેરા રંગનું કાણું પડેલું જોઈ ડરી ગઈ હતી
  • હાર્વેના તાળવે કાણું પડવાને બદલે સ્ટિકર હોવાની વાત નર્સે જણાવતા બેકીના જીવમાં જીવ આવ્યો

ઈંગ્લેન્ડમાં એક વિચિત્ર ઘટના સામે આવે છે. બેકી નામની મહિલાને લાગ્યું કે તેનાં બાળકના તાળવે કાણું પડી ગયું છે. માતાએ ગભરાઈને આંખમાં આંસુ રોકી ફટાફટ બાળકને હોસ્પિટલ લઈ ગઈ. નર્સે ટોર્ચથી જોયું તો તે માત્ર સ્ટિકર હતું. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલના સ્ટાફ સહિત માતાએ હાશકારો લીધો.

બેકી દરરોજની જેમ તેના દીકરા હાર્વે સાથે લાડ લડાવી રહી હતી. અચાનક તેની ખુશી ગમમાં પરિવર્તિત થઈ ગયું જ્યારે તેણે જોયું કે હાર્વેના તાળવે ઘેરા રંગનું કુંડાળું પડ્યું છે. બેકીએ તેને અડીને જાણવાનો પ્રયાસ કર્યો કે તાળવા પર કાણું પડ્યું છે કે કંઈક બીજું. પરંતુ હાર્વેની ચિચિયારોથી બેકી ડરી ગઈ.

હાર્વેના તાળવે રહેલું સ્ટિકર
હાર્વેના તાળવે રહેલું સ્ટિકર

બેકી એટલી ગભરાઈ ગઈ કે તેણે તેની માતાને ફોન કર્યો. બેકીની મમ્મીએ ઈમર્જન્સી સર્વિસને ફોન કરવા જણાવ્યું તો તેના પપ્પાએ તાત્કાલિક હોસ્પિટલ જવા કહ્યું.

હાર્વેના તાળવે રહેલું સ્ટિકર
હાર્વેના તાળવે રહેલું સ્ટિકર

બેકી હાર્વેને લઈ હોસ્પિટલ દોડી અને સમગ્ર ઘટના જણાવી. હોસ્પિટલની નર્સે હાર્વેના મોઢામાં ટોર્ચ નાખી તપાસ કરી કહ્યું- અરે આ તો માત્ર એક સ્ટિકર છે. નર્સના આ શબ્દો સાંભળી બેકીના જીવમાં જીવ આવ્યો. નર્સે હાર્વેના તાળવે ચોંટેલું સ્ટિકર તેના હાથ વડે દૂર કર્યું. આમ કર્યા બાદ હોસ્પિટલમાં હાસ્યાસ્પદ વાતાવરણ સર્જાયું હતું.

બેકી તેના દીકરા હાર્વે સાથે
બેકી તેના દીકરા હાર્વે સાથે

બેકીએ તેના પરિવારજનોનો ફોન કરી જણાવ્યું કે હાર્વે એકદમ સ્વસ્થ છે તાળવા પર કાણું નહોતું બલકે આ તો એક સ્ટિકર હતું. જોકે હાર્વેના મોઢામાં આ સ્ટિકર કેવી રીતે ચોંટ્યું તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.