• Gujarati News
  • Lifestyle
  • Mother Rejoiced At The Death Of Valsoy; Posting A Photo On Social Media, He Said, "I'm Happy, You're Gone ..."

દુર્લભ બીમારી:વ્હાલસોયાનું મૃત્યુ થતાં માતા ખુશ થઈ; સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને કહ્યું 'ખુશ છું, તું ચાલ્યો ગયો...'

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્હિટની ફ્રોસ્ટ નામની મહિલાએ શનિવારે પોતાના સોશિયલ મિડીયા પર પોતાના પુત્રના ફોટા અને વીડિયો શેર કરતાં કહ્યું હતું કે, તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પરંતુ તે ખુશ છે. - Divya Bhaskar
વ્હિટની ફ્રોસ્ટ નામની મહિલાએ શનિવારે પોતાના સોશિયલ મિડીયા પર પોતાના પુત્રના ફોટા અને વીડિયો શેર કરતાં કહ્યું હતું કે, તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પરંતુ તે ખુશ છે.
  • વ્હિટનીએ જણાવ્યું હતું કે, 6 વર્ષનો પુત્ર દુર્લભ ન્યુરોલોજિકલ બીમારીથી પીડાતો હતો
  • વ્હિટનીએ હેરિસનના મૃત્યુના થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી

એક મહિલાએ તેના પુત્રના મૃત્યુ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, તેનો 6 વર્ષના પુત્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તે તેના મૃત્યુથી ખુશ છે.

દુર્લભ બીમારીનો સામનો કરી રહ્યો હતો પુત્ર
એક મહિલાએ સોશિયલ મિડીયા પર જણાવ્યું કે, તે તેના 6 વર્ષના પુત્રના મૃત્યુથી ખૂબ જ ખુશ છે. વ્હિટની ફ્રોસ્ટ નામની મહિલાએ શનિવારે પોતાના સોશિયલ મિડીયા પર પોતાના પુત્રના ફોટા અને વીડિયો શેર કરતાં કહ્યું હતું કે, તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પરંતુ તે ખુશ છે કારણ કે હવે તેને વધુ દર્દ સહન નહી કરવું પડે. રિપોર્ટના જણાવ્યા અનુસાર વ્હિટનીના સોશિયલ મિડીયા પર લગભગ 17 લાખથી વધુ ફોલોઅર્સ છે. વ્હિટનીએ જણાવ્યું હતું કે, 6 વર્ષનો પુત્ર ''ઈન્ફેન્ટાઈલ ન્યુરોએક્સોનલ ડિસ્ટ્રોફી'' નામની બીમારીથી પીડાતો હતો જે એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. તે લાંબા સમયથી તેની સારવાર કરી રહી હતી. પરંતુ તેની તબિયતમાં કોઈ ફરક પડતો ન હતો.

વ્હિટનીએ જણાવ્યું હતું કે, 6 વર્ષનો પુત્ર ''ઈન્ફેન્ટાઈલ ન્યુરોએક્સોનલ ડિસ્ટ્રોફી'' નામની બીમારીથી પીડાતો હતો જે એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે.
વ્હિટનીએ જણાવ્યું હતું કે, 6 વર્ષનો પુત્ર ''ઈન્ફેન્ટાઈલ ન્યુરોએક્સોનલ ડિસ્ટ્રોફી'' નામની બીમારીથી પીડાતો હતો જે એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોકના જણાવ્યા અનુસાર INAD એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે આ બીમારી નર્વ સેલના તે ભાગ પર અસર કરે છે જે વ્યક્તિના માઈન્ડમાંથી મેસેજ પ્રાપ્ત કરીને બોડીના અન્ય ભાગ સુધી પહોંચાડે છે. નિષ્ણાતોના અનુસાર, આ બીમારીની કોઈ સારવાર નથી.

નિષ્ણાતોના અનુસાર, આ બીમારીની કોઈ સારવાર નથી.
નિષ્ણાતોના અનુસાર, આ બીમારીની કોઈ સારવાર નથી.

વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી
વ્હિટનીએ વીડિયો શેર કરતા લખ્યું હેરિસન જલ્દીથી આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેણે વધુમાં લખ્યું હતું કે, હેરિસનની આ રીતે વિદાયથી અમે ભાંગી પડ્યા છીએ. પરંતુ અમે ખુશ છીએ કે તેને હવે પીડા સહન નહીં કરવી પડે.

વ્હિટનીએ હેરિસનના મૃત્યુના થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી
વ્હિટનીએ હેરિસનના મૃત્યુના થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી

વ્હિટનીએ હેરિસનના મૃત્યુના થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, હેરિસનની તબિયત હાલ પહેલા કરતા થોડી સારી છે. તેની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તે દરમિયાન ઘણા લોકોએ મેસેજ દ્વારા વ્હિટનીને પ્રોત્સાહન આપ્યું હતું. વ્હિટનીએ આ માટે તમામ ફોલોઅર્સનો આભાર માન્યો હતો. પરંતુ થોડા દિવસો પછી હેરિસનની તબિયત ખરાબ થતાં મોત નીજપ્યું હતું.