બદલ્યો બ્રિટીશ કાયદો:13 વર્ષની ઉંમરે માતા બળાત્કારનો ભોગ બની, પુત્રીએ બાયોલોજિકલ ફાધરને શોધીને અપાવી સજા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટર ફોર વુમન્સ જસ્ટિસનાં આંકડા મુજબ બ્રિટનમાં ગયા વર્ષે લગભગ 2500 બાળકો બળાત્કારના કારણે જન્મ્યા હતા. બ્રિટેનમાં બળાત્કારથી જન્મેલા બાળકોનો આંકડો દર વર્ષે લગભગ આટલો જ રહે છે. આ આંકડો મોટો તો છે અને સાથે જ મોટાભાગનાં કિસ્સામાં બાળકોને તેના બાયોલોજિકલ પિતા વિશે ખ્યાલ પણ હોતો નથી અને તેના કારણે તેઓએ આજીવન અપમાન ભોગવવું પડે છે પરંતુ, બ્રિટિશ કાયદા મુજબ આ બાળકોને અત્યાર સુધી ‘વિક્ટિમ’ એટલે કે પીડિત માનવામાં આવતા ન હતા.

હાલના કિસ્સામાં એક આવી જ પીડિત પુત્રી પોતાનાં બાયોલોજિકલ પિતાને કોર્ટમાં લઈ ગઈ અને તે પણ 47 વર્ષ પછી. આ કેસ એવો રહ્યો કે, જે પછી બ્રિટને પણ પોતાનો કાનૂન બલદવો પડ્યો.

પહેલા માતા અને પછી રેપિસ્ટ પિતાને શોધ્યો
‘ધ સંડે ટાઈમ્સ’ની એક રિપોર્ટ મુજબ, 47 વર્ષીય ડેઝીને તેના જન્મના થોડા દિવસો બાદ જ સંભાળવામાં આવી હતી અને જ્યારે તે સાત મહિનાની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરે તેણે પોતાની સામાજિક સેવાઓની ફાઇલો વાંચી ત્યારથી જ તે જાણતી હતી કે, જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેની જન્મ માતા 13 વર્ષની હતી અને તેનાં બાયોલોજિકલ પિતાનું નામ કારવેલ બેનેટ હતું કે, જે તે સમયે 28 વર્ષનો હતો. વર્ષ 1975ની ફાઈલોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેને ક્યારેય કોર્ટમાં લાવવામાં આવ્યો ન હતો.’

ડેઝીનો જન્મ થયો ત્યારે તેની જન્મ માતા 13 વર્ષની હતી અને તેનાં બાયોલોજિકલ પિતાનું નામ કારવેલ બેનેટ હતું
ડેઝીનો જન્મ થયો ત્યારે તેની જન્મ માતા 13 વર્ષની હતી અને તેનાં બાયોલોજિકલ પિતાનું નામ કારવેલ બેનેટ હતું

આ અંગે એક ન્યૂઝ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘હું એક વોકિંગ ક્રાઇમ સીન છું. હું મારી માતા માટે અને મારા માટે ન્યાય ઇચ્છું છું. બેનેટે જે કર્યું, તેની અસર મારા આખા જીવન પર પડી છે. આ બળાત્કારનો પુરાવો મારા શ્વાસ છે.’ ડેઈઝીએ 18 વર્ષની થયા પછી તેની બાયોલોજિકલ માતા સાથે સંપર્ક કર્યો હતો અને જ્યારે તે 20 વર્ષની થઈ ત્યારે તેને પહેલી વાર મળી હતી.

માતાની શોધ પૂર્ણ થયા પછી તે તેને વારંવાર તેના પિતા વિશે પૂછતી પણ તે કોઈ ને કોઈ બહાનું આપીને આ વાતને ટાળી દેતી પરંતુ, ડેઈઝીએ હાર ન માની અને અંતે એક દિવસે તેની માતાએ તેના પિતા વિશેની તમામ વાતો ડેઝીને કહી. જે પછી ડેઈઝી પોતાના રેપિસ્ટ પિતાને શોધવામાં લાગી ગઈ.

ડેઇઝીની ન્યાય તરફની સફર લાંબી અને મુશ્કેલ રહી
બ્રિટિશ કાયદા મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવો રેપની શ્રેણીમાં આવે છે. ડેઇઝીનું કહેવું છે કે, ‘તે કાયદામાં મોટા ફેરફારો જોવા માગે છે, જેમાં કોણ પીડિત છે તેની કાનૂની વ્યાખ્યા અને પોલીસ અને કાઉન્સિલ તરફથી વધુ જવાબદારીનો સમાવેશ થાય છે.’

75 વર્ષની ઉંમરમાં બાયોલોજિકલ પિતાને કોર્ટમાં લઈ ગઈ
ઘણી શોધખોળોના અંતે ડેઝીએ પોતાનાં બાયોલોજીકલ પિતાને શોધી લીધા. ત્યારબાદ તેણે તેની માતાની મદદ લઈને તેનાં પિતા પર કાર્યવાહી શરુ કરી. ડેઝીની ફરિયાદ પછી 75 વર્ષની ઉંમરે તેના પિતાએ કોર્ટમાં હાજર થવું પડ્યું. જો કે, તેની ઉંમરને જોતાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા.

બ્રિટનનો કાયદો બદલાયો, બાળકો પણ હવે વિક્ટિમ માનવામાં આવશે
આ ઘટના પછી આખા દેશમાં રેપનાં કારણે જન્મ લેનારા બાળકોને લઈને એક વિવાદ શરુ થઈ ગયો. લોકોએ આ બાળકોનાં અધિકારને લઈને અવાજ ઊઠાવ્યો અને અધિકારો માટેની માગ ઊઠી. જે પછી બ્રિટિશ પાર્લામેન્ટની એક કમિટીએ આ બાળકોને ‘વિક્ટિમ’ માનીને વધુ સુવિધાઓ આપવાની ભલામણ કરી.

બ્રિટિશ પાર્લામેન્ટની એક કમિટીએ રેપથી જન્મેલાં બાળકોને ‘વિક્ટિમ’ માનીને વધુ સુવિધાઓ આપવાની ભલામણ કરી
બ્રિટિશ પાર્લામેન્ટની એક કમિટીએ રેપથી જન્મેલાં બાળકોને ‘વિક્ટિમ’ માનીને વધુ સુવિધાઓ આપવાની ભલામણ કરી

ન્યાય મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું, ‘જાતીય હિંસાનો ભોગ બનેલા લોકોને ટેકો આપવો એ આ સરકાર માટે પ્રાથમિકતા છે. બળાત્કાર સામે સમગ્ર ફોજદારી ન્યાય પ્રણાલીની પ્રતિક્રિયાને અમારા રેપ એક્શન પ્લાન દ્વારા રૂપાંતરિત કરવામાં આવી રહી છે અને વિશેષજ્ઞ સહાયક સેવાઓમાં વધારાના 51 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.’