અર્જેન્ટિના:પોતાના બોયફ્રેન્ડ સાથે 'રોમાન્સ' કરવા માટે માતાએ 2 બાળકોને કારની બહાર ધકેલી દીધા, પોલીસે કપલની ધરપકડ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • અર્જેન્ટિનાના લા પ્લાટામાં આ ઘટના બની
  • બાળકોએ કારના દરવાજા ખોલવાના પ્રયાસ કર્યા હોવા છતાં માતાએ દરવાજો ન ખોલ્યો
  • રોમાન્સમાં વ્યસ્ત માતા અને તેના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી

એક માતા માટે તેનાં બાળકો સર્વસ્વ હોય છે પરંતુ અર્જેન્ટિનાની એક મહિલાનું ગણિત કંઈક અલગ જ હતું. આ માતાએ તેનાં બાળકોને કારમાંથી બહાર કાઢી મૂક્યા અને પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવા લાગી.

આ ઘટના અર્જેન્ટિનાના લા પ્લાટાના પેરેયરા ઈરાઓલા પાર્કની છે. આ માતા તેની 5 વર્ષની દીકરી અને 2 વર્ષના દીકરા સાથે પોતાના બોયફ્રેન્ડ સાથે ડ્રાઈવ કરી હતી. અચાનક તેણે એક જગ્યાએ કાર રોકી અને બંને બાળકોને બહાર કાઢી મુક્યા.

બંને બાળકો જાણે સાવકા હોય તેમ મહિલાએ માતાની ફરજ નેવે મૂકી બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવા લાગી. ઘણી મિનિટો સુધી બાળકો બહાર રહ્યા પરંતુ મહિલા બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવામાં વ્યસ્ત હતી.

મહિલા બોયફ્રેન્ડ સાથે એન્જોય કરી રહી હતી તે સમયે બાળકોએ ઘણી વખત કારના દરવાજા ખોલવાના પ્રયાસ કર્યા પરંતુ બાળકોને આ સ્થિતિમાં જોઈને પણ મહિલા ટસની મસ ના થઈ.

બાળકો સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ થઈ
આ સ્થિતિ જોઈ આસપાસના લોકોમાંથી કોઈ વ્યક્તિએ પોલીસને ફોન કર્યો. પોલીસે આ બાળકોની માતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. બંને પર બાળકો સાથે દુર્વ્યવહાર કરવાની કલમ લાગી છે. માતાની ધરપકડ બાદ બંને બાળકોને કેર સેન્ટરમાં રખાયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...