અમેરિકા:4 સંતાનોની માતાએ ફુલ ટાઈમ જોબ છોડીને કચરો ભેગો કરવાનું કામ શરુ કર્યું, હવે દર અઠવાડિયે 73 હજાર રૂપિયાની કમાણી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 32 વર્ષીય ટિફની લોકોનો નકામો કચરો ભેગો કરીને ફરીથી વેચવાનું કામ કરે છે
  • ટિકટોક પર ટિફનીના 2 લાખ ફોલોઅર્સ છે

‘હોંશિયાર માણસો નકામા કચરામાંથી રૂપિયા કમાય લે છે’ આ વાક્ય અમેરિકામાં 4 સંતાનોની માતા છે. 32 વર્ષીય ટિફનીએ પોતાની ફુલ ટાઈમ જોબ છોડીને કચરો ભેગો કરી તેને વેહ્ચ્વાનું કામ શરુ કર્યું. તે હાલ ડમ્પસ્ટર ડ્રાઈવર બનીને દર અઠવાડિયે 73 હજાર રૂપિયાની કમાણી કરે છે.

મહીને લાખોની કમાણી
લોકોએ નકામી વસ્તુ સમજીને ફેંકી દીધી હોય તેને ટિફની કલેક્ટ કરે છે અને પછી તેને ફરીથી વેચે છે. રીસેલિંગ કરીને તે મહીને આરામથી લાખો રૂપિયા કમાય છે. ટિફનીને ખુશી છે કે તે ઓછી મહેનતમાં સારી કમાણી કરે છે અને આ રૂપિયાથી તેના ચાર બાળકોની દેખભાળ પણ સારી રીતે કરી શકે છે.

ટિફની કેન્ટીનમાં ફુલ ટાઈમ જોબ કરતી હતી
વર્ષ 2016માં ટિન્ડર પર 32 વર્ષીય ટિફની અને તેનો 38 વર્ષીય પતિ મળ્યા હતા, આ બંને તેમના પૂર્વ પાર્ટનરથી છૂટા પડીને બે સંતાનો સાથે રહેતા હતા. બંનેને એકબીજાનો સ્વભાવ ગમતા લગ્ન કર્યા. હાલ ચાર સંતાન સાથે તેઓ રહે છે. પરિવાર મોટો થતા આ કપલ પર જવાબદારી પણ વધી. ડમ્પસ્ટર ડ્રાઈવરનું કામ કર્યા પહેલાં ટિફની એક કેન્ટીનમાં કામ કરતી હતી. અહીં તેની ફુલ ટાઈમ જોબ હોવા છતાં પણ જોઈએ તેટલા રૂપિયા મળતા નહોતા.

યુટ્યુબ વીડિયોએ લાઈફ બદલી દીધી
એક દિવસ ટિફનીએ યુટ્યુબ પર અમુક છોકરીઓનો ગ્રુપ વીડિયો જોયો. તેઓ ડમ્પસ્ટર ડ્રાઈવરનું કામ કરતા હતા. આ જોઇને ટિફનીએ વિચાર્યું, હું પણ આ કામ કરી શકું તેમ છું. વર્ષ 2020માં ટિફનીએ ફુલ ટાઈમ જોબ છોડી દીધી અને કચરો ભેગો કરી તેને ફરીથી વેચવાનું શરુ કર્યું.

હવે ઓવરટાઈમ કરવાની જરૂર પણ નથી
ટિફની અને તેના પતિએ નકામા કચરામાંથી ઘરનું 75% ફર્નિચર બનાવ્યું છે. તેમાં ડેકોર આઈટમ્સ, ટેબલ, ખુરશી અને અન્ય ઘણી વસ્તુઓ સામેલ છે.આ કામ શરુ કર્યા પછી ટિફની દરેક બિલ ભરવામાં સક્ષમ થઈ ગઈ છે. હવે તેને ઓવરટાઈમ કરવાની પણ જરૂર નથી. તે આરામથી દર અઠવાડિયે 50 હજારથી 73 હજાર રૂપિયા કમાઈ લે છે.

સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ
ટિફનીનું પોતાનું ટિકટોક અકાઉન્ટ પણ છે. તે પોતાની જોબની અપડેટ્સ યુઝર્સ સાથે શેર કરતી રહે છે. ડમ્પસ્ટર ડ્રાઈવરની સ્ટોરીનો વીડિયો શેર કર્યા પછી તેના લાખો યુઝર્સ વધી ગયા. હાલ ટિકટોક પર તેના 2 લાખ ફોલોઅર્સ છે.

અન્ય સમાચારો પણ છે...