તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Mother Of 11 Wants To Be 'mom' Of More Than 100 Children, Birth Of A Surrogate Child Costs Rs 7 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોર્જિયા:11 બાળકોની માતાને 100થી વધારે બાળકોની ‘મમ્મી’ બનવું છે, એક સરોગેટ બાળકનાં જન્મનો ખર્ચ  7 લાખ રૂપિયા

23 દિવસ પહેલા

દરેક કપલનાં બાળકો વિશેના વિચાર અલગ હોય. ઘણા લોકોને એક બાળક જોઈતું તો ઘણાનો આંકડો મોટો હોય. જ્યોર્જિયામાં કરોડપતિ મમ્મી હાલ 11 બાળકોની માતા છે. તેને 100થી વધારે બાળકોની માતા બનવું છે.

મૂળ રશિયાની ક્રિસ્ટિના ઓઝતુર્ક હોટેલના માલિક ગલિપ ઓઝતુર્ક સાથે જ્યોર્જિયામાં રહે છે. ક્રિસ્ટિનાએ એક બાળકને નેચરલી અને અન્ય 10 બાળકોનો જન્મ સરોગેટ પ્રોસેસથી થયો છે. 23 વર્ષીય માતાએ એકવાર સોશિયલ મીડિયા પર મસ્તીમાં કહ્યું પણ હતું કે, માટે 105 બાળકોની માતા બનવું છે.

ક્રિસ્ટિનાએ કહ્યું , ગયા મહિને ઓલિવિયાના જન્મ પછી હું 11 બાળકોની માતા બની ગઈ છું. મેં 6 વર્ષ પહેલાં મારી સૌથી મોટી દીકરી વિકાને જન્મ આપ્યો હતો. આ પરિવારને એક સરોગેટ બાળકનાં જન્મ પાછળ 8 હજાર યુરો એટલે કે 7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો.

ક્રિસ્ટિના તેના પતિ ગલિપને એક વેકેશન દરમિયાન જ્યોર્જિયામાં મળી હતી. હાલ બંને જ્યોર્જિયામાં જ રહે છે. પોતાની પત્ની વિશે ગલિપે કહ્યું, તેના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે. તે એવી પત્ની છે જેવી મારે જોઈતી હતી. બાળકો પ્રત્યે તેનો પ્રેમ જ અલગ છે.

ક્રિસ્ટિનાએ જણાવ્યું, ભવિષ્યમાં હું કેટલા બાળકોની માતા બનીશ તે તો ખબર નથી પણ અમારો પ્લાન સ્ટોપ થવાનો નથી. દરેક વસ્તુ તેના સમયે થઇ જ જશે. ફાઈનલ નંબર અમને પણ ખબર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો