તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 'Mother in law Announced She's Pregnant At My Wedding Before I Could Share My Pregnancy'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લો બોલો:વેડિંગ ડેના દિવસે દુલ્હન પોતાની પ્રેગ્નન્સી જાહેર કરે એ પહેલાં તેની સાસુએ કહ્યું, ‘હું મા બનવાની છું’

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો. - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો.
  • દુલ્હન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પોતાની આપવીતી કહી
  • મહિલાની પોસ્ટ વાંચીને યુઝરે કહ્યું-કૂલ સાસુમા

વેડિંગ ડે દુનિયાના દરેક કપલ માટે ખાસ હોય છે. આ સ્પેશિયલ ડે માટે દુલ્હા-દુલ્હન મહિનાઓથી પ્લાન કરતાં હોય છે. વેડિંગમાં આવેલા દરેક મહેમાનોનું ધ્યાન દુલ્હા-દુલ્હન પર જ હોય છે, પણ એક લગ્નમાં વરરાજા અને તેની દુલ્હનને બદલે દુલ્હાની મમ્મી પર લોકોનું ધ્યાન ગયું. એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો વેડિંગ ડે કેવી રીતે ખરાબ થયો એના પર પોસ્ટ કરી. આ યુઝરે તેનું નામ જાહેર કર્યું નથી. દુલ્હને તેની પોસ્ટમાં ગુસ્સો ઠાલવતાં કહ્યું, મારા લગ્નના દિવસે મારાં સાસુએ બધાને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. આ સમાચાર સાંભળીને બધી તૈયારી પર પાણી ફરી વળ્યું.

રેડિટ પર આ 24 વર્ષીય દુલ્હને પોતાની આપવીતી શેર કરી છે. તેણે લખ્યું, અમારું વેડિંગ રિસેપ્શન કોરોનાને લીધે નાનું હતું. અમે લિમિટેડ લોકોને જ આમંત્રણ આપ્યું હતું. મેં સાસુ-સસરા, ભાઈ, મમ્મી-પાપા અને મારા પતિ માટે સ્પીચ રેડી કરીને રાખી હતી. હજુ હું કંઈ બોલવા જઉં એ પહેલાં મારાં સાસુ આવ્યાં અને મારા હાથમાંથી માઈક લઈને જાહેરાત કરી કે હું પ્રેગ્નન્ટ છું. મારાં સાસુ હજુ યંગ અને હેલ્થી છે, પણ એ દિવસે આ વાત સાંભળીને અમને બધાને નવાઈ લાગી હતી.

પ્રતીકાત્મક ફોટો.
પ્રતીકાત્મક ફોટો.

દિલ તોડનારી વાત
દુલ્હને કહ્યું, હું પોતે પ્રેગ્નન્ટ છું એ ગુડ ન્યૂઝ શેર કર્યું એ પહેલાં વેડિંગ ડેના દિવસે માતાએ તેમની પ્રેગ્નન્સી જાહેર કરી. લગ્ન પછી હું ઘણા દિવસ સુધી મારાં સાસુ સાથે બોલી નહોતી. એક તો આ મહામારી અને ઉપરથી મારાં સાસુની ગુડ ન્યૂઝે મારા વેડિંગ ખરાબ કર્યા.

વેડિંગ ડેના દિવસે આવી સરપ્રાઈઝ મળશે એ તો દુલ્હા-દુલ્હન કે મહેમાનોએ પણ વિચાર્યું નહોતું. થોડા દિવસ પછી બધું નોર્મલ થઇ ગયું અને મહિલાએ તેનાં સાસુ સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ હજુ તેના મગજમાં વેડિંગ ડે પર થયેલા તમાશાની તસવીરો ખસતી નથી.

પ્રતીકાત્મક ફોટો.
પ્રતીકાત્મક ફોટો.

આ મહિલાની સ્ટોરી વાંચીને યુઝર્સ રમૂજી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હવે સાસુ અને તેની વહુ એમ બંનેનાં ઘરે સાથે પારણું બંધાશે. બીજા યુઝરે કહ્યું, તેનાં સાસુએ વેડિંગ ડેના દિવસે કહેવાની જરૂર નહોતી. અન્ય યુઝરે લખ્યું, આ સાસુ તો બહુ કૂલ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો